મેષ: તમારો દિવસ સુખદ છે અને તમારો મિલનસાર સ્વભાવ તમને બીજાને પ્રિય બનાવવામાં મદદ કરશે. ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરશે અને ભાગ્યનો સાથ મળવાથી આગળ વધવાની તક મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને આજે કંઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ આપનારો છે. તમારી પ્રગતિ જોઈને લોકો આશ્ચર્ય પામશે.

વૃષભ: આજે તમારા પરિવારમાં એકતા વધશે. સાથે મળી બધા ઉતાર-ચઢાવનો સામનો કરશે. ઉચ્ચ અધિકારીઓની ઘનિષ્ટતાથી લાભ લેવાની સારી તક છે આજે મળી શકે છે. આયાત-નિકાસના વ્યવસાયની શરૂઆતનો નિર્ણય પણ આજે થઈ શકે છે. આધ્યાત્મ અને ધર્મમાં રસ વધવાથી મનને શાંતિ મળશે. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે અને ભાગ્યનો સાથ પણ મળશે. ઘણા સંઘર્ષ બાદ આજે તમારી સમસ્યાઓનું સમાધાન આવી શખે છે.

મિથુન: આજનો દિવસ તમારા પ્રત્યેક કાર્યમાં શુભ પરિણામ આપનારો સાબિત થઈ શકે છે. કોઈ નવા સંપર્કથી લાભ થવાની આશા છે અને તમારી યોજના સફળ રહેશે. અટકેલું ધન મુશ્કેલીથી મળશે, રોજબરોજના કામમાં બેદરાકરી દાખવશો નહીં. વ્યાવસાયિક પ્રગતિથી આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા માટે આજનો દિવસ ઘણો ભાગદોડ વાળો હોઈ શકે છે. વધારે મહેનતના પરિણામ પણ તમને લાભ આપનારા હોઈ શકે છે.

કર્ક: આજે તમારો દિવસ શુભ રહેશે અને ભાગ્યનો સાથ મળતો રહેશે. પ્રગતિના ક્ષેત્રમાં ઘણા માર્ગ ખુલશે અને તમારા કાર્ય પૂર્ણ થશે. અધ્યયન અને અધ્યાત્મમાં રસ વધવો સ્વાભાવિક છે. વિવાદાસ્પદ પ્રકરણ સમાપ્ત થશે. કોઈને આજે રૂપિયા ઉધાર ન આપતા નહીં તો પાછા નહીં મળે. આજનો દિવસ તમારા માટે શુભ છે. પરિવારમાં કોઈ પણ માંગલિક કાર્યના આયોજનની ચર્ચા થવાથી મન પ્રસન્ન રહેશે અને ભાગ્યનો સાથ મળશે.

સિંહ: જીવન સ્તર સુધારવા માટે તમે જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સંધ્યાકાળના સમય કોઈ ખાસ મહેમાનનું આગમન થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની સંપૂર્ણ યોજના તૈયાર કરી લેવાથી કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. કોઈ સમાજ સેવી સંસ્થામાં સહયોગ કરવો તમને માનસિક અને આત્મિક રૂપથી સુખ આપી શકે છે. આજનો દિવસ થોડો પરેશાનીભર્યો રહી શકે છે.

કન્યા: આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમને ક્યાંકથી શુભ સમાચાર પ્રાપ્ત થવાની પૂરી આશા છે. મન પ્રસન્ન રહેશે અને તમારા કાર્ય પૂરા થવાથી ઉત્સાહમાં વધારો થશે. વ્યવસાયના ક્ષેત્રમાં આવેલા તણાવને તમારા પર ભારે પડવા દેશો નહીં. નિરાશાજનક વિચારોને મનમાં ન આવવા દો, સમય ઘણો અનુકૂળ છે. આજનો દિવસ તમારા માટે ચિંતા અને મુશ્કેલીઓવાળો રહેશે. કેટલીક મુશ્કેલીઓ વાસ્તવિક છે જ અને કેટલીક તમે જાતે લઈ લેશો. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે ઊભી હોઈ શકે છે.

તુલા: તમે તમારા સાહસ અને બુદ્ધિમાનીથી જ આ લોકોને પરાજય આપી શકો છો. તમારા માર્ગમાં અનેક પ્રકારની અડચણો આવતી જણાશે. વિશ્વાસ અને ઉત્સાહને પૂરી રીતે ટકાવી રાખેને કામ કરવા જરૂરી છે. નજીકના લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધની અસર તમારા મન પર ઊંડી રીતે પડશે. હાલના સમયે બીજા લોકો પાસે અપેક્ષા બીલકુલ ન રાખો. આજ મનથી તમે સીધા અને સાચા રહેશો. બીજાનીસેવા કરવાનું તમને ઘણું સારું લાગે છે. આજનો દિવસ કોઈ બહેન ભાઈની ચિંતામાં પસાર કરશે.

વૃશ્ચિક: તમે હંમેશા જ પોતાના પરિવારની સલામતી માટે કટિબદ્ધ રહો છો. જો તમામની સહમતિ થશે તો કોઈ સ્થાન પરિવર્તનનો વિચાર પણ કરી શકો છો. તમારો તમારા કામ પ્રત્યે પૂર્ણ સહયોગ તમારા અનેક કાર્યોને ઉકેલવામાં સક્ષમ રહેશે. સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. જો ઘરમાં સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ પ્રમાણે તેનું પાલન કરો.

ધન: આજે તમારું મન વેપારની ચિંતામાં લાગેલું રહેશે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી વેપાર નિયમિત નથી. અસ્થિરતા તમારો પીછો છોડી રહી નથી. આજે તમારે ઓફિસમાં પણ તાલમેલ બેસાડવામાં મુશ્કેલી નડી શકે છે. ભાઈઓ કે મામા પક્ષ સાથે સંબંધોમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો. તેની નકારાત્મક અસર તમારા સંબંધો તથા તમારી માનસિક શાંતિ ઉપર પડી શકે છે. બહારની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરશો.

મકર: હાલ તો તમે તમારા કાર્યોને ઉત્સાહપૂર્ણ પૂરા કરો. થોડા સમય બાદ તેનાથી પણ વધારે સારા કરાર તમને મળશે. મનમાં ચાલતા વિચારોને બીજી વ્યક્તિ સામે સ્પષ્ટ રીતે રજૂ કરવા જરૂરી છે તેનાથી બીજા લોકોના વિચારોને સમજીને પરિસ્થિતિને બદલી શકાય છે. મનની અનેક ઈચ્છાઓ પૂરી ન થવાને લીધે મનમાં થોડી ઉદાસીનતા રહે. નવી ઊર્જાની સાથે ફરીથી પ્રયાસ કરતાં રહો.

કુંભ: વધતા આર્થિક કષ્ટથી મુક્તિ મળશે. પાર્ટ ટાઈમ વ્યવસાય માટે પણ સમય કાઢવો સરળ રહેશે. ક્યારેક કોઈ વાત ઉપર જિદ્દ કરવાથી તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. એટલે સ્વભાવમાં થોડું લચીલાપણુ જાળવી રાખવું. કોઇ પરેશાનીમાં નજીકના મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરવી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

મીન: તમારી ખુશી પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ અને સંયમથી કામ લેવું જોઈએ. તમે ઈચ્છો તો તમારી મહેનત અને ધગશથી પ્રગતિની આ ગતિને સ્થાઈ રાખી શકો છો. ઘર-પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ રહેશે. ભાવનાત્મક રૂપથી પોતાને મજબૂત અનુભવ કરશો. થોડો સમય બગીચામાં પ્રકૃતિની નજીક રહો. તેનાથી તમને નવી ઊર્જા મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.