તા ૧૮.૬.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ જેઠ સુદ અગિયારસ, ભીમ અગિયારસ, સ્વાતિ  નક્ષત્ર ,શિવ   યોગ, બવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત)  રહેશે.


મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.


વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.


મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.


કર્ક (ડ,હ) :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.


સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.


કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.  


તુલા (ર,ત) :  તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.


વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .


ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.


મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.


કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.    


મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.