તા. ૪.૧૦.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ છઠ, રોહિણી નક્ષત્ર, સિદ્ધિ યોગ,ગર કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ)  : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–મીનનો રાહુ વ્યકિને કોઈ ને કોઈ રીતે બંધન આપી તેના કર્મનું ફળ આપતો હોય છે

ભાદ્રપદ માસ અને પિતૃ પક્ષ ચાલી રહ્યો છે , પિતૃ માટે દાન ધર્મ કરવાનો શ્રેષ્ઠ અવસર છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન મોજશોખની કે લક્સરીએસ વસ્તુઓ ના ખરીદવા સલાહ છે વળી આ સમયમાં જમીન મકાનને લગતા દસ્તાવેજ કરાવવા કે કોઈ નવું મુહૂર્ત કરવું યોગ્ય નથી. ગોચર ગ્રહોની વાત કરીએ તો કન્યા રાશિમાં સૂર્ય મંગળ બુધ યુતિ થવા પામી છે રોગની રાશિમાં ત્રણ ગ્રહોની યુતિ ફરી વાઇરસ એક્સ બાબતે સૌને સતર્ક કરી રહી છે પરંતુ બારમી રાશિ મીનમાં આવી રહેલો રાહુ તેનો ઉપાય શોધી કાઢવા પણ તત્પર છે જ!!  કેતુ મહારાજ કન્યામાં આવી રોગ બાબતે અનેક પ્રશ્નો ખડા કરનાર બને છે પરંતુ બારમે મીનનો રાહુ તેના ઉપાય શોધવા તત્પર હોય છે!! મીનનો રાહુ જેલ અને હોસ્પિટલને ચર્ચા માં લાવે છે અને અગાઉ લખ્યા મુજબ જેલ અને હોસ્પિટલ પર ચેકીંગ અને કાર્યવાહી થતી જોવા મળે અને સરકાર આ બાબતોમાં કડક થતી જોવા મળે વળી મોટા દિગ્ગજ સ્થાને બિરાજમાન લોકોને જેલયાત્રા કરવાનો સમય આવે ઘણા રાજનાયિક માટે પણ આગામી સમય કારાવાસથી બચવામાં મુશ્કેલી થતી જોવા મળશે. મીનનો રાહુ વ્યકિને કોઈ ને કોઈ રીતે બંધન આપી તેના કર્મનું ફળ આપતો હોય છે તે બંધન માનસિક હોઈ શકે, શારીરિક બંધન માટે જેલ કે હોસ્પિટલની મુલાકાત લેવરાવે છે જયારે રાહુ આર્થિક બંધન આપી ખોટા ખર્ચ કરાવી  વ્યક્તિની નાણાકીય વ્યવસ્થાઓને ભાંગી નાખે છે !!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.