તા. ૨.૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ  આઠમ, પૂર્વાષાઢા  નક્ષત્ર, પરિઘ  યોગ, બાલવ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .

સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) :  નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.

વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.

મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

–આ સૂર્યગ્રહણ માં મેષ,મીન અને સિંહ રાશિ અને લગ્નના મિત્રો એ વિશેષ કાળજી લેવી પડે

અગાઉ અત્રે લખ્યા મુજબ બે ગ્રહણ વચ્ચેનો સમય અને મંગળ શનિ યુતિના કારણે પશ્ચિમ બંગાળમાં કુદરતી આપદા જોવા મળી છે. આગામી ૮ એપ્રિલ સોમવારના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ આવી રહ્યું છે આ વર્ષનું પ્રથમ ખગ્રાસ સૂર્યગ્રહણ છે અને ગત ૨૫ માર્ચ પછીનું બીજું ગ્રહણ છે! આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પણ તેની વ્યાપક અસર દુનિયાભરમાં જોવા મળશે અને અત્રે લખ્યા મુજબ કુદરતી આપદાથી લઈને આતંકી ગતિવિધિ અને બે દેશ વચ્ચે ઘર્ષણ, બે જૂથ વચ્ચે મારામારી થી લઈને અનેક જગ્યાએ ચકચારી હત્યાના કિસ્સા જોવા મળશે વળી દેશ વિદેશમાં અચાનક ઘણા સમીકરણમાં મોટા ફેરફાર જોવા મળશે!  આ ગ્રહણ મીન રાશિમાં થવાનું હોય મીન રાશિ અને લગ્ન, સિંહ રાશિ અને લગ્ન તથા મેષ રાશિ અને લગ્ન વાળા જાતકોએ વિશેષ કાળજી લેવી પડે! ખાસ કરીને હાલમાં શનિ મંગળ ની યુતિ ચાલી રહી છે જે અકસ્માત અને આગજનીની શૃંખલા આપી રહી છે જો કે બુધ મહારાજ ગુરુ સાથે આવવા થી વ્યાપાર વાણિજ્ય આર્થિક ક્ષેત્રો આયાત નિકાસ અને બેન્કિંગ અને શેરબજાર તથા સોના ચાંદીમાં સારો દેખાવ થઇ રહ્યો છે પરંતુ આ સમયમાં અચાનક ઘટનાક્રમમાં ફેરફાર આવતા જોવા મળશે અને ઘણી વખત વિપરીત પરિણામોમાં થી પસાર થવાનું આવે.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.