તા. ૧૭.૨.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ આઠમ, કૃત્તિકા  નક્ષત્ર, ઐંદ્ર  યોગ , બાલવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ) : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

–તમારું સપનું તમને શું કહેવા માંગે છે!? જાણો!

છેલ્લા ત્રણેક માસથી મારી પાસે ડ્રિમ એનાલિસિસ માટે આવનારની સંખ્યામાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો!! ડ્રિમ એનાલિસિસ કે ડ્રિમ ડીકોડિંગ એ અગમ શાસ્ત્રનો જ વિષય છે જેને આપણે સ્વપ્ન સંકેત કહીએ છીએ આ બહુ પ્રાચીન શાસ્ત્ર છે જેમાં સ્વપ્નનું પૃથ્થકરણ બારીકાઇ થી કરવામાં આવે છે અને તેના સંકેત સમજીને તે મુજબ ભવિષ્યનું માર્ગદર્શન આપવામાં આવે છે! નવેમ્બરમાં રાહુ મહારાજ મીન રાશિમાં આવવા સાથે સ્વપ્ન સંકેત માટે આવતા મિત્રોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો!! કારણ બહુ સાફ છે કે મીન રાશિએ ઊંઘ અને સ્વપ્ન દર્શાવે છે જ્યાં રાહુના આવવાથી સ્વપ્નનું પ્રમાણ વધુ જોવા મળે એક સામાન્ય વ્યક્તિને આવતા સ્વપ્ન માં ઘણી વૃદ્ધિ જોવામાં આવી રહી છે વળી રાહુ મહારાજ જે સ્વપ્ન આપે છે તેમાંથી ગૂઢ રહસ્યો શોધી શકાય છે માટે જયારે મીનમાં રાહુ હોય ત્યારે જે સ્વપ્ન આવે તે ઘણા અર્થસભર હોય છે !! છેલ્લા ત્રણ ચાર માસથી સ્વપ્ન સંકેત બહુ સટીક રીતે પ્રાપ્ત થાય છે અને તે મુજબ આગળ વધવાથી યોગ્ય દિશા પણ મળે છે જો કે સ્વપ્નની બાબતોમાં થી જે મહત્વનો પોઇન્ટ હોય તેને અલગ તારવી તેના પર કામ કરવું જોઈએ અને જે દેખાય છે તેના કરતા તેના સંકેતો અલગ હોઈ શકે અને તેનો અર્થ પણ કૈક અલગ હોઈ શકે તે સમજી સ્વપ્ન સંકેતમાં આગળ વધવું જોઈએ!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.