તા. ૨૦.૯.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ પાંચમ, સામા પાંચમ, ઋષિ પંચમી, વિશાખા નક્ષત્ર, વિસકુમ્ભ યોગ, કૌલવ કરણ આજે સવારે ૮.૪૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–કૅનૅડીઅન પીએમ ટુડોના બેજવાબદાર બયાનથી પરિસ્થિતિ વધુ વિકટ થઇ શકે છે
આજરોજ તા. ૨૦.૯.૨૦૨૩ બુધવાર સામા પાંચમ, ઋષિ પંચમી છે આવતીકાલે ભાદરવા સુદ છઠને શ્રી સૂર્ય ષષ્ઠી, બલરામ જયંતિ છે. રામ અવતારમાં નાના ભાઈ તરીકે સેવા કરનાર શેષ સ્વરૂપ લક્ષમણજીને પ્રભુ શ્રી રામે હેતથી વચન આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં હું તમારો સ્વીકાર મારા મોટા ભાઈ તરીકે કરીશ અને શેષ સ્વરૂપ બળદેવજી કૃષ્ણ પરમાત્માના મોટા ભાઈ બન્યા અને સાથે લીલા કરી, પરાક્રમ કર્યા. બળદેવજી ખેતીના પુરસ્કર્તા પણ છે ગુરુવારે તેમની જન્મતિથિ પર તેમની સાધના કરવાનો શ્રેષ્ઠ અવસર છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ કેનેડા સાથે ભારતના સંબંધોમાં ખટાશ આવી છે અને કૅનૅડીઅન પીએમ ટુડોના બેજવાબદાર બયાનથી પરિસ્થિતિ વધુ વિકટ થઇ શકે છે અને ભારતીયોના કેનેડા ગમન પર પણ ભવિષ્યમાં પ્રશ્નાર્થ લાગી શકે છે વળી ભારત જે દેશદ્રોહી તત્વો સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ પ્રકારના આક્ષેપો વિશ્વને ભારતવર્ષ બાબતે ગુમરાહ કરી શકે છે. ગોચર ગ્રહો પર થી અત્રે લખ્યું હતું કે સૂર્યના બદલવા સાથે સરકાર અનેક ભેંટ આપતી જોવા મળશે તે મુજબ આતંકીના સફાયા થી લઇ ને સંસદમાં નવા બિલ રજૂ થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં ઘણી નવી બાબતો ભેંટ સ્વરૂપે સામે આવતી જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–