તા. ૩૦ .૮.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ ચતુર્દશી, ધનિષ્ઠા  નક્ષત્ર, અતિ.   યોગ, વિષ્ટિ કરણ આજે સવારે ૧૦.૧૮ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .

કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

વિશ્વકી પુકાર હૈ, યે ભાગવત કા સાર હૈ, કી યુદ્ધ હી તો વીર કે પ્રમાણ હૈ

ગત અંકથી આપણે અલગ અલગ મહાદશા જીવનમાં શું પરિવર્તન લાવે છે એ જોઈ રહ્યા છીએ મંગળ સેનાપતિ છે માટે મંગળ પિયુષ મિશ્રાજીના પ્રખ્યાત કાવ્યની જેમ કહે છે “વિશ્વકી પુકાર હૈ, યે ભાગવત કા સાર હૈ, કી યુદ્ધ હી તો વીર કે પ્રમાણ હૈ” આમ મંગળની દશા વ્યક્તિને વીરરસ તરફ લઇ જાય છે અને શત્રુ સાથે બે બે હાથ કરી લેવાની હામ ભરી દે છે તો ૧૮ વર્ષ માટે આવતી રાહુ દશા જીવનમાં ઘણા ગતિરોધ ખડા કરે છે અને એક ભ્રમની સ્થિતિ પેદા કરે છે વ્યક્તિ રાહુની દશામાં સત્યને પૂર્ણ રીતે જોઈ શકતો નથી અને અનેક કસોટીમાં થી પસાર થાય છે તો જીવનરસથી ભરપૂર ગુરુની દશા ૧૮ વર્ષની હોય છે જે જાતકને સાચા જીવનની જાંખી કરાવે છે અને પ્રચુર માત્રામાં સુખ આપે છે પરંતુ ગુરુ મહારાજ જન્મકુંડળીમાં નબળા પડતા હોય તો આ દશા મધ્યમ રહે છે જયારે દંડનાયક શનિ મહારાજ ૧૯ વર્ષની તેની દશામાં જન્મોજન્મના કર્મોનો હિસાબ માંગે છે સત્કર્મ હોય તો આ દશા રાજયોગ આપે છે અન્યથા આ દશમાં વ્યક્તિને ઘણું ભોગવવું પડે છે જયારે ૧૭ વર્ષની બુધની દશા જાતકને બધી ગણતરી શીખવાડે છે અને ગીવ એન્ડ ટેઈકનો સિદ્ધાંત સમજાવે છે તથા વ્યાપાર ધંધામાં લાભ અપાવનાર બને છે બુધ નબળો હોય તો જાતક જીવનની ગણતરીઓમાં થાપ ખાતો જોવા મળે છે.ગોચર ગ્રહોની વાત કરીએ તો વક્રી શુક્ર લાંબા સમયથી કર્કમાં છે જે સ્ત્રીઓ પર ઘરેલુ હિંસા અને અત્યાચારની ઘટનાઓ પણ ઉજાગર કરે છે  અને કેટલાક ક્ષેત્રમાં સ્ત્રીઓએ વધુ વેઠવું પડતું હોય તેવું જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.