તા. ૧૧.૧૦.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ બારસ, બારસ નું શ્રદ્ધ,મઘા નક્ષત્ર, શુભ યોગ,ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–એક પખવાડિયામાં આવી રહેલા બે ગ્રહણોની દૂરગામી અસરો અત્યાર થી શરુ થઇ ગઈ છે
તા.૧૪ ઓક્ટોબર ૨૦૨૩ શનિવાર સર્વપિત્રી અમાસ આવી રહી છે શનિવારે અમાસ આવી રહી હોય શનિ અમાવસ્યાનો વિશિષ્ઠ યોગ બને છે વળી આ જ દિવસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ પણ આવી રહ્યું છે જો કે ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેશે નહિ પરંતુ એક પખવાડિયામાં આવી રહેલા બે ગ્રહણોની દૂરગામી અસરો અત્યાર થી શરુ થઇ ગઈ છે. શરદ પૂનમ પર ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે. ટૂંકા ગાળામાં રાહુ કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને શનિ મહારાજ માર્ગી બની રહ્યા છે જયારે બે ગ્રહણ આવી રહ્યા છે જે વિશ્વમાં ખુબ ઝડપથી બનાવો આપી રહ્યા છે જે વિષે અગાઉ અત્રે લખી ચુક્યો છું અને આ ગ્રહો અને ગ્રહણની અસર નીચે ઇઝરાયેલ પેલેસ્ટાઇન જંગ છેડાઈ ચુક્યો છે જે વધુને વધુ ગંભીર સ્વરૂપ લેતું જાય છે અને હજુ આગામી દિવસોમાં આ જંગ ઓર તેજ થવાના એંધાણ છે આ ઉપરાંત અન્ય દેશમાં પણ આ પ્રકારે યુદ્ધ જેવો માહોલ બની શકે વળી આંતરિક કટોકટી સામે પણ લડવું પડે. તુલા રાશિમાં સૂર્ય-બુધ-કેતુ-મંગળની યુતિ થવા જઈ રહી છે સૂર્યના નીચસ્થ થવાથી સત્તા પર બિરાજમાન લોકો વિશ્વમાં ઘણી જગ્યા એ આ પ્રકારની સ્થિતિ રોકવામાં નાકામ થતા જોવા મળે વળી રાજકીય ક્ષેત્ર ગરમાહટ જોવા મળે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨