મેષ રાશિફળ (Aries): આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. કોઈ ગેરસમજના કારણે ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અને મહેનત વધારે રહેશે. વાતચીતમાં સંયમ રહે અને સમજીને વાતો કરો. કોઈ સંપત્તિને લઈને પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય.
વૃષભ રાશિફળ (Taurus): આજનો દિવસ તમારા માટે દૈવી કૃપાવાળો બની શકે છે. માતાનું સાનિધ્ય અને આશિર્વાદ ખાસ રીતે ફળદાયી રહેશે. ઘણા સમયથી રોકાયેલું ધન કોઈ મહાપુરૂષના સહયોગથી પ્રાપ્ત થઈ જશે. આવું થવાના કારણે તમને આનંદની સાથે ઉત્સાહની પ્રાપ્તિ થશે. આજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે. ક્રોધથી બચો, ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય.
મિથુન રાશિફળ (Gemini) : આજે તમારા ભાગ્યનો ઉદય, ધન, ક્રમ, કીર્તિની વૃદ્ધિ, શત્રુ ચિંતાઓનું દમન થશે. સર્વત્ર વિજય, સફળતાની પ્રાપ્તિ, હર્ષ મંગળમય પરિવર્તન અને મનોરથ સિદ્ધ થવાથી પ્રસન્નતા રહેશે. આજનો તમારો દિવસ મિશ્ર ફળદાયક છે. પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામો મળશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. સંપત્તિના સુધાર તથા સારસંભાળમાં ખર્ચ વધશે. આજના
કર્ક રાશિફળ (Cancer) : આજે ગ્રહોની દશા તમારા દિવસને અનુકૂળ બનાવી રહી છે. સુખ-સંપત્તિમાં વિસ્તાર થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ વડીલ તરફથી આશિર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે ઉન્નતીનો યોગ છે. પારિવારિક જીવનમાં સમરસતા બની રહેશે.
સિંહ રાશિફળ (Leo) : આજે ગ્રહો જણાવી રહ્યા છે કે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી મનમાં પ્રસન્નતા અને વ્યસ્તતા રહેશે. ખાસ મિત્રોના સહયોગથી વ્યવસાયના નવા સ્ત્રોત બનશે. આવક વધશ, અચાનક મોટા પ્રમાણમાં રૂપિયા હાથમાં આવવાથી મનોબળ વધશે. આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે.
કન્યા રાશિફળ (Virgo) : આજનો દિવસ તમારા માટે ઘણો કઠીન રહેશે. પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે. અકસ્માતે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓનો સહયોગ મળશે. સંધ્યાકાળના સમયે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે. આજનો દિવસ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિનો યોગ બની શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. રહેણી-કરણી અને ખાન-પાનનું સ્તર વધશે.
તુલા રાશિફળ (Libra) : સંધ્યાકાળના સમયે ધાર્મિક આયોજનમાં ભાગીદારી કે ધાર્મિક યાત્રા થઈ શકે છે. કોઈપણ પ્રકારની ઉધાર લેવાનું ટાળો અથવા તેને સાવધાનીથી કરો. જેના કારણે સંબંધ પણ બગડી શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. આજે અજાણ્યા લોકો સાથે સંપર્ક ન રાખવો. ગ્રહોની સ્થિતિથી ખ્યાલ આવી રહ્યો છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણો વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વૃદ્ધી થશે. બૌદ્ધિક કાર્યો તથા લેખન વગેરેથી પણ આવક થશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): નવા સુંદર વસ્ત્રો પ્રત્યેત તમારું ખેંચાણ વધશે. શક્ય છે કે શોપિંગ માટે પણ જઈ શકો છો. કેટલાક મહત્ત્વપૂર્ણ કામ તમારા માટે થશે, પરંતુ તમારે ઘણાં પ્રયત્નો પણ કરવા પડશે. કારણ કે મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે વ્યક્તિએ કર્મલક્ષી બનવું પડે છે. જો ઘર બદલવાને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તેની પરિપૂર્ણતાનો સમય આવી ગયો છે.
ધન રાશિફળ (Sagittarius) : નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી શકે છે. આવક સંતોષજનક રહેશે. મોસાળ પક્ષથી ધનની પ્રાપ્તિનો યોગ છે. ઘરના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહને અવગણશો નહીં. તેમની અવગણના તમારા માટે નુકસાનકારક રહેશે. બહારની વ્યક્તિની દખલગીરીના કારણે કેટલાક કામમાં અડચણ આવી શકે છે.
મકર રાશિફળ (Capricorn) : દિવસમાં કેટલાક નજીકના મિત્રો તથા સંબંધીઓનું આગમન થઈ શકે છે. આવક માટે નવા સ્ત્રોત વિકસીત થશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ અટવાયેલું સરકારી કામ આજે પૂર્ણ થઈ શકે છે. પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પણ પરિસ્થિતિ અનુકૂળ રહેશે. જેના કારણે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
કુંભ રાશિફળ (Aquarius) : ક્રોધથી બચો. સંતાન પક્ષને પણ ઉચ્ચ શિક્ષા અને શોધ વગેરેમાં સાર્થક પરિણામ મળશે. સાવધાન રહો, ભાવનાઓના કારણે તમે કોઈ ખોટું પગલું ભરી શકો છો. નિર્ણયો હૃદયને બદલે દિમાગથી લેવું વધુ સારું છે. તમારી મહત્ત્વની બાબતોનું જાતે ધ્યાન રાખો. ભવિષ્યની ચિંતા કરવાને બદલે પહેલા વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો.
મીન રાશિફળ (Pisces) : સંતાન સુખમાં વૃદ્ધિ થશે અને ક્યાંકથી વસ્ત્રાદીની ભેટ મળશે. ઉત્તમ મિત્રોના સહયોગથી મનમાં નિરાશાનો ભાવ સમાપ્ત થશે. સાંજથી રાત સુધી અધ્યયન, પઠનમાં મન લાગશે. વર્તમાન સમયમાં ફેરફારના કારણે જીવન પર પડેલી અસરને સ્વીકારો. જેના દ્વારા તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ કરી શકશો. પરિવાર સાથે સંબંધિતકોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચામાં તમારી સલાહને સ્વીકારવામા આવશે.