તા. ૧.૧૧.૨૦૨૩ બુધવાર ,સંવંત ૨૦૭૯ આસો વદ ચોથ, સંકષ્ટ ચતુર્થી, કરવા ચોથ, મૃગશીર્ષ નક્ષત્ર, પરિઘ યોગ,બવ કરણ આજે સાંજે ૪.૧૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–આ વર્ષે કરવા ચોથનું વ્રત વિશેષ બની રહેશે
અત્રે લખ્યા મુજબ ભારતમાં પણ અનેક રાજ્યમાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે અને દિગ્ગજ લોકો કોઈને કોઈ રીતે સપડાઈ રહ્યા છે વળી અગાઉ લખ્યા મુજબ શરાબ નીતિ ગોટાળાની તાપસ ઇડી એ સીએમ કેજરીવાલ સુધી લંબાવી છે તો બીજી તરફ વિશ્વમાં યુદ્ધ અંગે ઉચાટ વધતો જાય છે અને આતંકી ગતિવિધિ પણ તેજ થતી જાય છે! ગોચર ગ્રહોની વાત કરીએ તો રાહુ કેતુના રાશિ પરિવર્તન પછી હવે શનિ મહારાજ માર્ગી થવા જઈ રહ્યા છે જે સ્થિતિને હકારાત્મક કરવા પ્રયત્ન કરશે પરંતુ હજુ શાંતિ સ્થાપવામાં ખાસ્સો સમય નીકળી જશે અને એ પહેલા યુદ્ધના ઘણા અધ્યાય આગળ વધતા જોવા મળશે.આવતીકાલે ભોગ વિલાસ કલા શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે આગામી લગ્નની તૈયારીઓ પુરજોશમાં કરતા જોવા મળશે. આજરોજ બુધવારને સંકષ્ટ ચતુર્થી છે અને કરવા ચોથ છે. કરવા ચોથમાં પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉપર અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે અને સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરે છે. આ વખતે કરવા ચોથ પર મંગળ, બુધ અને સૂર્ય તુલા રાશિમાં બિરાજમાન છે તુલાએ લગ્નની જ રાશિ છે, સંબંધોની જ રાશિ છે માટે આ વર્ષે કરવા ચોથનું વ્રત વિશેષ બની રહેશે અને પતિ પત્નીના અતૂટ બંધનને વધુ મધુર બનાવશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–