મેષ રાશિફળ (Aries):
આ સમયે કર્મ પ્રધાન રહેવું તમારા ભાગ્યને પ્રબળ કરશે. સમયનો યોગ્ય સદુપયોગ કરો. ભાગદોડની જગ્યાએ શાંતિથી અને પોઝિટિવ રીતે કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. ચોક્કસ જ સફળતા મળશે. તમારે ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરવો પડશે, જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. પોલિસીના નિયમોનું પાલન કરવુ. મકાનો કે વાહનની ખરીદીનો યોગ બની રહ્યો છે. કરિયર બિઝનેસ સરળ રહેશે. મોટું વિચારતા રહો
વૃષભ રાશિફળ (Taurus):
રચનાત્મક કાર્યોમાં સારો સમય પસાર થશે. ઘરની દેખરેખ તથા યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નાણાંકીય કાર્યને આગળ વધારશો. વ્યાપારીઓને વેપારમાં લાભ મળશે. ઓફિસમાં કામની ગતિ સારી રહેશે. સિનિયર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત થશે. સહકર્મીઓનો સહયોગ મળશે. મહત્વપૂર્ણના કામ કરવામાં આવશે.
મિથુન રાશિફળ (Gemini):
તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ મળશે, એટલે તમારા કાર્યોને સંપૂર્ણ નિષ્ઠા સાથે કરો. વડીલોના આશીર્વાદ અને સ્નેહ તમારા ઉપર રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારી કોઇ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. વ્યાપારીઓ આર્થિક અને ધંધાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. જોખમી કાર્યોમાં રસ ન લો. શેરબજાર અને સટ્ટાથી નુકસાન થશે. કલા કૌશલ્ય મજબૂત થશે. મોટું વિચારો. વ્યાવસાયિકો ઝડપથી આગળ વધશે.
કર્ક રાશિફળ (Cancer):
તમે તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. થોડી સારી અને ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે ખર્ચ પણ થશે. કામ-ધંધામાં ઇચ્છિત પરિણામ આવશે. અવરોધો આપોઆપ દૂર થશે. ટીમ વર્ક વધશે. તમને સંપર્કોનો લાભ મળશે. કામકાજની સ્થિતિમાં સુધારો થશે. લાંબાગાળાની યોજનાઓને વેગ આપો. સારા ધનલાભની તકો રહેશે. તમને પ્રોફેશનલ્સની મદદ મળશે.
સિંહ રાશિફળ (Leo):
આ સમયે વધારે વ્યસ્ત રહી શકો છો. યોગ્ય પરિણામ મળવાથી તમે સુખ અનુભવ કરશો. ગ્રહ સ્થિતિ તમારા માટે થોડા સારા અવસર બનાવી રહી છે. અટવાયેલાં કે ઉધાર આપેલાં પૈસા પણ પાછા મળી શકે છે. વેપારમાં અતિશય ઉત્સાહથી બચો. દેવાની લેવડ-દેવડમાં પડશો નહીં. વડીલો સાથે તાલમેલ રાખીને આગળ વાંધો. સ્માર્ટ કામ કરતા રહો. વ્યવસાય સામાન્ય રહેશે. તાર્કિક પ્રવૃત્તિઓ વધશે. દલીલો ટાળો. વ્યવસાયિક પ્રયાસો ઝડપી બનશે.
કન્યા રાશિફળ (Virgo):
કોઇ સામાજિક સંસ્થા સાથે જોડાવવું અને સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. ખાસ યોજના બનાવવા માટે પણ સમય અનુકૂળ છે. પ્રભાવશાલી લોકો સાથે સંપર્ક તથા સામાજિક સક્રિયતાની સીમા વધારો. વ્યાવસાયિક બાબતોને પેન્ડિંગ રાખવાનું ટાળો. કામની ઝડપ સારી રહેશે. નજીકના લોકોની સલાહ પર કામ કરશો. ખર્ચ અને બજેટ પર ધ્યાન આપો. વેપાર ધંધામાં સાવધાની રાખો. વ્યાવસાયિક સહાય મળશે બદમાશોથી સાવધ રહો. મેનેજમેન્ટની ઉપેક્ષા ટાળો.
તુલા રાશિફળ (Libra):
વ્યક્તિગત સંબંધો ગાઢ બનશે. વડીલ વ્યક્તિઓની સલાહ અમલમાં મુકવાથી તમને યોગ્ય માર્ગદર્શન મળી શકશે. મન પ્રમાણે ગતિવિધિઓમાં રોકાણ કરવાથી મન પ્રસન્ન રહેશે. પાડોસીઓ સાથે ચાલી રહેલો વિવાદ પણ દૂર થશે. ઓફિસમાં જવાબદારીભર્યું વર્તન રાખવાથી કરિયર અને બિઝનેસમાં સુધારો થશે. આવક અને ખર્ચનું સંતુલન જળવાશે. વ્યાવસાયિકો માટે નવી તકો ઉભી થશે. વિવિધ પ્રયાસોને વેગ મળશે. સક્રિય રહો, કાર્યક્ષમતા વધશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોમાં આવી રહેલી મુશ્કેલી દૂર થશે. ઘરમાં કોઇ ધાર્મિક અનુષ્ઠાન પણ શક્ય છે. વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરવો. નાણાંકીય બાબતો સામાન્ય રહેશે. સ્પર્ધામાં ધીરજ રાખો. વિદેશની બાબતોમાં સક્રિયતા રહેશે. વ્યવહારમાં સ્પષ્ટતા વધારો. વ્યાવસાયિક બાબતોમાં નમ્રતા રાખો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે.
ધન રાશિફળ (Sagittarius):
આજે તમારી વ્યસ્ત દિનચર્યાથી અલગ થોડી નવી ક્રિયાઓમાં અને જ્ઞાન ધરાવતી વાતોને શીખવામાં સમય પસાર થશે. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. ઘરમાં કોઇ નજીકના સંબંધીના આવવાથી સુખમય વાતાવરણ રહેશે. આર્થિક લાભમાં વધારો થશે. ઉદ્યોગપતિઓ પ્રભાવશાળી રહેશે. આત્મવિશ્વાસ ઉંચો રહેશે. ઉન્નતિની તકો વધશે. કરિયર-બિઝનેસમાં પ્રગતિ થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. અનુકૂળ વાતાવરણ મળવાથી ઉત્સાહિત રહેશો. યોજનાઓને ગતિ મળશે.
મકર રાશિફળ (Capricorn):
છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળશે તથા તમે તણાવમુક્ત થઈને તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે પણ ધ્યાન આપી શકશો. કોઇ નજીકના સંબંધી દ્વારા કિમતી ભેટ મળી શકે છે. નોકરી કરતા લોકોને આકર્ષક ઓફર મળશે. કામ માટે મહત્તમ સમય આપો. સાહસિકો માટે તકો વધશે. ધંધા પર નિયંત્રણ વધારવું. વ્યવસાયિક કામ થશે. આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેશે.
કુંભ રાશિફળ (Aquarius):
ધર્મ-કર્મના મામલે રસ વધશે. વિદ્યાર્થી વર્ગ તથા યુવા વર્ગ પોતાની કોઇ વિશેષ ઉપલબ્ધિને પ્રાપ્ત કરવાથી ગર્વ અનુભવ કરશે. તમારા ભાવી લક્ષ્ય પ્રત્યે તમારી મહેનત જલ્દી જ સફળ થશે. પ્રતિભાના આધારે આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવા પડશે. રોકાણના કારણે નુકસાન થઈ શકે છે, નાણાંવ્યવહાર સમજદારીથી કરો. વાહન સાવધાનીથી ચલાવો.
મીન રાશિફળ (Pisces):
સામાજિક સીમા વધશે. અન્યની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને આત્મિક સુખ આપી શકે છે. ઘરમાં નવી વસ્તુઓની ખરીદદારી શક્ય છે. સંતાનની કોઇ પોઝિટિવ ગતિવિધિથી તમે પોતાને પ્રસન્ન અનુભવ કરશો. કાર્યસ્થળમાં તમને સફળતા મળશે. ઉપલબ્ધ સંસાધનો પર ધ્યાન આપો. પૈસામાં વધારો થશે. લોન લેવાનું ટાળો નહીંતર તેને ચૂકવવામાં મુશ્કેલી પડશે. તમારી પાછળ ચાલી રહેલા ષડયંત્રની મહત્વપૂર્ણ માહિતી તમને મળશે.