તા. ૨૯.૬.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ અષાઢ સુદ અગિયારસ, દેવશયની એકાદશી, સ્વાતિ નક્ષત્ર, સિદ્ધ યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–સિંહ રાશિમાં મંગળ લડાયક મિજાજમાં આવે છે
આજરોજ ૨૯.૬.૨૦૨૩ ગુરુવારને દેવશયની એકાદશી છે જયારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગનિંદ્રામાં પ્રવેશ કરશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સેનાપતિ મંગળ આવતીકાલે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં તેઓ લડાયક મિજાજમાં આવે છે તથા સત્તાના કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળશે અને આ સમયમાં એવી અનેક ઘટનાઓ બનવાની શરુ પણ થઇ ગઈ છે કર્ક રાશિ લાગણીની રાશિ છે જ્યાં મંગળ તેના સ્વભાવ વિરુદ્ધ લાગણીશીલ બનીને બેઠા હતા પરંતુ સિંહ રાશિનો રાજદરબાર તેને પ્રિય છે અને જ્યાં તે તેનું કૌવત બતાવી શકે છે માટે હવેના સમયમાં સરકાર કડક નિર્ણયો લેતી જોવા મળે. મંગળના સિંહમાં પ્રવેશના ભણકારા સાથે જ સિવિલ કોડ અને પીઓકે બાબતે સરકાર ગંભીર બની છે અને મંગળની પ્રકૃતિ મુજબ તેને પ્રાયોગિક ધોરણ પર લાવવા પ્રયાસો શરુ થયા છે. મંગળને કોઈ ઊંડી ચર્ચામાં કે થીઅરીમાં રસ નથી હોતો તેને એક્સન જોઈએ છે જે વિશ્વમાં ઘણી જગ્યા એ સત્તા બાબતે જોવા મળશે વળી શુક્ર પણ જયારે આ અખાડામાં આવશે ત્યારે આ યુદ્ધભૂમિમાં એક રુઆબદાર મહિલાનો પણ પ્રવેશ થશે. મંગળ અભ્યાસની રાશિ સિંહમાં આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ રહેશે અને આ સમયમાં વિદ્યાર્થીઓ અભ્યાસના ભાર નીચે દબાઈ ના જાય તે જોવું પડશે અન્યથા અનેક બાળકો આ પ્રેશરના કારણે ના ભરવાનું પગલું ભરતા જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨