તા. ૨૫ .૧.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, પોષ સુદ પૂનમ, પુનર્વસુ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.
–કેસરનો ધૂપ ઘરમાં કરવાથી વાસ્તુદોષ નિવારણ થાય છે!
જ્યોતિષશાસ્ત્રમાં નિદાન પછી ઉપાય મહત્વનો ભાગ ભજવે છે અને એ જ આ શાસ્ત્ર નો નિચોડ છે. આપણા રોજિંદા વપરાશમાં આવતા દ્રવ્યો ગ્રહોને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો ભજવતા હોય છે. કેસર એક એવું દ્રવ્ય છે કે જે ક્રૂર ગ્રહોની અસર દૂર કરીને ગુરુ અને મંગળને શુભ કરે છે! કેસરના અનેક પ્રયોગ છે એક તો ખીરથી લઈને કોઈ પણ મીઠાઈમાં કેસર નાખવાથી ગુરુ અને મંગળ નો પ્રભાવ શુભ થાય છે તો હનુમાનજી મહારાજને કેસર ચડાવવાથી મંગળની બાધાઓ દૂર થાય છે તો કેસરનું તિલક કરવાથી વ્યક્તિનો પ્રભાવ વધે છે વળી નહાવાના પાણીમાં થોડું કેસર નાખવાથી મંગળ અને ગુરુ સુધરે છે જે શરીરની સુખાકારી સારી આપે છે અને વિવાહ, સંતાન વિગેરે બાબતોમાં અનુકૂળતા આપે છે તો હવનમાં કેસરયુક્ત દ્રવ્યની આહુતિથી સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન લક્ષ્મીનારાયણને ધરેલું કેસર તિજોરીમાં રાખવાથી ધનવૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીજીને દાડમ અને કેસરયુક્ત ખીર ધરવાથી ઘરમાં સુમેળ રહે છે તો કેસરનો ધૂપ ઘરમાં કરવાથી વાસ્તુદોષ નિવારણ પણ થાય છે! જે મિત્રો ગુરુ,શુક્ર અને મંગળ ગ્રહને મજબૂત કરવા ઇચ્છતા હોય અને આવકમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તેમણે શ્રીસૂક્તના પાઠ લક્ષ્મીજીને કેસરયુક્ત દૂધ ચડાવતા ચડાવતા કરવા જોઈએ!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨ —