તા. ૮.૧૧.૨૦૨૩ બુધવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ દશમ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, ઐંદ્ર  યોગ,બવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

–ટાઇટેનિક જહાજ અને  ડોન પાઝ ફેરી સહિતની અનેક દરિયાઈ દુર્ઘટનાઓ મીનના રાહુ માં બનેલી છે!

તુલા રાશિમાં સૂર્ય મંગળનો અંગારક યોગ ચાલી રહ્યો છે. સૂર્ય રાજા છે અને મંગળ સેનાપતિ છે બેઉ સાથે મળીને વ્યૂહરચના બનાવે છે પરંતુ વાયુ તત્વમાં હોવાથી તેમની વ્યૂહરચના એરફોર્સ સબંધી વ્યૂહરચના વધુ જોવા મળે વળી લગ્નની રાશિમાં આ યોગ બનતો હોય લગ્ન સમયે જ કે કોઈ મોટા ફંકશનમાં કોઈ ને કોઈ પ્રશ્ન થવાના,વિખવાદ થવાના કે ફાયરિંગ થવાની ઘટનાઓ આગામી દિવસોમાં જોવા મળે તો શુક્ર અને કેતુ સાથે હોવાથી એક્ટ્રેસ અને મોડેલ વધુ ટ્રોલ થતી જોવા મળે! રાહુ મહારાજ મીનમાં પ્રવેશ કરી ચુક્યા છે જલતત્વ અને સમુદ્રની રાશિ મીન માં રાહુ આવવાથી સમુદ્રમાં યુદ્ધપોત અને સબમરીનની હલચલ વધી છે વળી રાહુને પ્રિય ડ્રગ્સ પણ સમુદ્ર માર્ગે વધુ વહેતુ થયું છે આ સંજોગોમાં એ પણ જાણી લઈએ કે ટાઇટેનિક જહાજ સહિતની ફિલિપીન્સની ડોન પાઝ  ફેરી સહિતની અનેક દરિયાઈ દુર્ઘટનાઓ મીનના રાહુ માં બનેલી છે આ વખતે પણ પરિસ્થિતિ એવી વણસતી જાય છે કે દરિયામાં મોટા યુદ્ધ જહાજોથી લઇ સબમરીન અને અન્ય જહાજોને કોઈ દુર્ઘટના કે યુદ્ધનો ઓછાયો નડી શકે કે કોઈ આતંકી ગતિવિધિ પણ આ અન્વયે આગળ વધતી જોવા મળે. રાહુ એ બે નંબરના વ્યવસાયથી લઇ હવાલાના પૈસા અને આતંકી ગતિવિધિ દર્શાવનાર છે માટે આ બધામાં કોઈ ને કોઈ રીતે દરિયાઈ કનેક્શન સામે આવતું જોવા મળે. રાજનીતિની વાત કરીએ તો અગાઉ લખ્યા મુજબ સીએમ કેજરીવાલજી માટે શનિમાં બુધ માં રાહુની દશા કઠિન આવી રહી છે વળી તેમને પણ જન્મનો રાહુ મીન રાશિનો હોવા થી કેટલીક કસોટીમાં થી તેમને પસાર થવાનું આવશે!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.