મેષ રાશિફળ (Aries):  તમારા નેતૃત્વમાં થઈ રહેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. રોજગારના ક્ષેત્રમાં પરિસ્થિતિઓ સુધરશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. સંતાનની જવાબદારી પૂરી થશે. કેટલાક પારિવારિક કામને લઈને ભાગદોડ થશે. નાણાકીય દિશામાં કરેલા પ્રયત્નો સફળ થશે. ભાગ્ય આજે તમારો સાથ આપશે. નોકરીના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓનું સમાધાન મળશે.

વૃષભ રાશિફળ (Taurus):  ઇચ્છિત સફળતા માટે વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગીદારીમાં થઈ રહેલા કામમાં અડચણ આવી શકે છે, વાદ-વિવાદની સ્થિતિ ટાળો. દૂરની મુસાફરીના પ્રયત્નો સફળ થશે. કોઈપણ પ્રકારનું રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વેપારમાં નવી ડીલ લાભદાયક પરિસ્થિતિઓ બનાવશે. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. ભાઈ -બહેનો સાથે સારો સમય પસાર થશે. ઉદ્યોગપતિઓને લાભ થશે. નોકરી કરતા લોકો આવકના નવા સ્ત્રોત વિકસાવશે

મિથુન રાશિફળ (Gemini) : મિલકત સંબંધિત ન્યાયિક વિવાદોને કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વિદેશથી વેપાર કરતા લોકોને સકારાત્મક પરિણામ મળશે. વિવાહિત જીવન સુખી રહેશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો. વિદ્યાર્થીઓને સહપાઠીઓનો સહયોગ મળશે. તમને મિત્રની મદદ કરવાની તક મળશે. પરિવારમાં કોઈપણ સભ્યની તબિયત બગડવાના કારણે બિનજરૂરી દોડધામ થશે

કર્ક રાશિફળ (Cancer) :  કારકિર્દીમાં પ્રગતિની સારી તકો છે, પરંતુ સહકર્મીના કારણે તમને વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે. અટકેલું કામ મિત્રોની મદદથી પૂર્ણ થશે. તમને ભાઈ અને પાડોશીનો સહયોગ મળશે. નાણાકીય દિશામાં કરેલા પ્રયત્નો સફળ થશે. સાંજે, તમે ધાર્મિક પ્રવૃત્તિઓનો આનંદ માણશો. આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પ્રેમ જીવનમાં નવીનતા અને મધુરતા રહેશે.

સિંહ રાશિફળ (Leo) : વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધામાં અપેક્ષિત સફળતા મળશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળશે. કોઈ કિંમતી વસ્તુની ચોરી થવાની સંભાવના છે. ધંધામાં પૈસા મળવામાં મુશ્કેલી આવી શકે છે. સંબંધીઓ સાથે નાણાંની લેવડ દેવડ ટાળો. તમને લાંબા સમયથી ચાલી રહેલા રોગોથી મુક્તિ મળશે. રાજ્ય તરફથી વેપાર કરતા લોકોને લાભ થશે અને વેપાર વધારવાના ચાલુ પ્રયાસો ફળદાયી સાબિત થશે. કંઈક મૂલ્યવાન વસ્તુ મળવાની સંભાવના છે.

કન્યા રાશિફળ (Virgo) : પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળશે. પારિવારિક જવાબદારીઓ પૂરી કરશે, જેનાથી સંબંધો મજબૂત થશે. વાણીની નરમાઈ કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધારશે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને બહારના ભોજનમાં સંયમ રાખો. વેપાર યોજના ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો આવવાની સંભાવના છે. મિત્રો સાથે મનોરંજનની તકો મળશે, જેનાથી માનસિક તણાવ ઓછો થશે.

તુલા રાશિફળ (Libra) : પરિવારના સભ્યો સાથે મુસાફરીની પરિસ્થિતિ સુખદ અને લાભદાયક રહેશે. વાહન વાપરવામાં સાવચેતી રાખવી. દિવસની શરૂઆતથી જ કોઈના કોઈ વાતને લઈને ચિંતા રહેશે. પરંતુ જેવી ચિંતા ઉત્પન્ન થાય છે તેવી જ દૂર કરવાનો રસ્તો પણ તમને મળશે. કોઈ વ્યક્તિ દ્વારા આર્થિક મદદ પ્રાપ્ત થવાના કારણે મોટું કામ પૂરું કરી શકશો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) : વિરોધીઓ પરાજિત થશે. હાથમાં મોટી રકમ આવવાના સંકેત છે. અદાલતના સંબંધિત કામમાં તમારી જીત થશે. બધું જ ઠીક હોવા છતાંય મનમાં નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં પસાર કરવો તમને સુકૂન આપશે. યુવાઓને તેમના કરિયરને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

ધન રાશિફળ (Sagittarius) :  રોજગારીની દિશામાં સફળતા મળશે અને ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. પારિવારિક જીવન તણાવપૂર્ણ બની શકે છે. બિનજરૂરી મૂંઝવણો રહેશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવો. જમીન-જાયદાદ અને રોકાણ જેવી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. ઉત્તમ સમાચારની પણ પ્રાપ્તિ થઈ શકે છે. તમે દરેક કાર્યોમાં રલ લઈને તમારી ક્ષમતાઓ પ્રમાણે કામને અંજામ આપશો.

મકર રાશિફળ (Capricorn) :. જીવનસાથીની સલાહથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ પૈસાનો બગાડ ટાળો. દિવસની શરૂઆતમાં થતા ખર્ચા મોટાભાગે જીવનશૈલીને સુધારવામાં થશે. બાળકોને માનસિક રીતે ટેકો આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રત્યે રસ વધશે. તમારા કામમાં પરંપરાંગત વ્યક્તિ દ્વારા મળી રહેલી સલાહ વિશે વિચાર જરૂરથી કરવો.

કુંભ રાશિફળ (Aquarius) :. અપરિણીત લોકો માટે લગ્નના કેટલાક પ્રસ્તાવ મળશે. અચાનક કોઈ મુશ્કેલી અને સમસ્યા ઊભી થઈ શકે છે. સમજણ અને સાવધાની સાથે તમે તેમાંથી બહાર આવી જશો.નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.  કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

મીન રાશિફળ (Pisces) :  વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધશે. સાસરિયાઓ સાથેના સંબંધો સુધરશે અને તેમનો કોઈપણ સભ્ય તમને મદદ કરવા માટે તૈયાર થશે. સાંજે માતા -પિતાનો સ્નેહ પ્રાપ્ત થશે. તમે ભાવનાત્મક રીતે સશક્ત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન પણ અનુભવ કરશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.