તા. ૨ .૫.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ નોમ, ધનિષ્ઠા નક્ષત્ર , શુક્લ યોગ, તૈતિલ કરણ આજે બપોરે ૨.૩૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
–અખાત્રીજ પર લગ્નના મુહૂર્ત કેમ નથી ??
મંગળ રાહુ યુતિ શરુ થતા અત્રે લખ્યા મુજબ ઘણા મોટા સ્કેન્ડલ બહાર આવ્યા છે તો આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો ઘણો દુરુપયોગ પણ સામે આવી રહ્યો છે વળી ડ્રગ્સ ની હેરફેર અને સમુદ્રમાં મહત્વની ઘટનાઓ બની રહી છે જે વિષે અત્રે લખી ચુક્યો છું આ ઉપરાંત આ યુતિ શરુ થયા પછી આત્મઘાતથી લઈને એસિડ એટેક સુધીની ઘટનાઓ સામે આવી રહી છે તો બુધ શેરબજારને તેજીમાં લાવી રહ્યું છે જયારે ગુરુ અને શુક્રનો અસ્ત સોના ચાંદીના ભાવમાં થોડી પીછેહઠ કરાવી આગળ વધારશે વળી આ વખતે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ જે વણકહ્યું મુહૂર્ત કહેવામાં આવે છે તેમાં પણ લગ્નની શરણાઈ નહિ ગુંજે કેમકે ત્યારે જ ગુરુ અને શુક્ર બંને ગ્રહો અસ્તના હશે! આ વર્ષે ઘણા વર્ષો પછી ગુરુ અને શુક્રના અસ્તના કારણે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પર લગ્નના મુહૂર્ત નથી કેમ કે ગુરુ અને શુક્ર બંને સુખી લગ્નજીવનના પાયા છે માટે એના અસ્ત સાથે લગ્ન કરવા હિતાવહ નથી! હા અખાત્રીજ પર યોગ્ય રીતે લક્ષ્મીજી કુબેર અને સુવર્ણ અને કળશ પૂજા કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન ધનની કમી રહેતી નથી! આ શુભ દિવસે સાધના કરવાથી અને કુબેર અને લક્ષ્મી મંત્ર કરવાથી શુભ ગ્રહો વધુ શુભ ફળ આપે છે તથા આ દિવસે હકારાત્મક ચિંતન કરવાથી અને પોઝિટિવ વિચારો કરવાથી ખુબ લાભ પ્રાપ્ત કરી શકાય છે. મેં માસના માધ્ય ભાગમાં મંગળ રાહુ યુતિ ડિગ્રી મુજબ ખુબ પાસે પાસે હશે જે સમય આતંકી ગતિવિધિ અને યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થતું અને વૈશ્વિક સ્તરે છળ કપટની ઘટનાઓ જોવા મળે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨