તા. ૨૪ .૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ એકમ, સ્વાતિ નક્ષત્ર, સિદ્ધિ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
— મીનમાં મંગળ રાહુ યુતિ સમુદ્રમાં મોટી દુર્ઘટનાનું સૂચન કરે છે
મંગળ મહારાજ મીન રાશિમાં પહોંચી ચુક્યા છે જ્યાં રાહુ સાથે અંગારક યોગની શરૂઆત થઇ ચુકી છે. મંગળ રાહુ અંગારક યોગ વૈશ્વિક રીતે અનેક વિધ્વંસક પરિણામ આપવામાં સક્ષમ છે! હાલની યુદ્ધની સ્થિતિમાં આ યોગ બળતામાં ઘી હોમવાનું કામ કરશે વળી વધુને વધુ હથિયારોનો પ્રયોગ થતો જોવા મળે તો ભૂકંપ, સુનામી અને જ્વાળામુખી સક્રિય થવાની ઘટનાઓ ચાલુ રહે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો મીન રાશિ સમુદ્ર ની રાશિ હોય મોટી ઘટનાઓ સમુદ્રમાં બનતી જોવા મળે સબમરીન તૂટવાની કે બગડવાની ઘટના આવે વળી સમુદ્રી જહાજોને અંતરવાની ઘટના અને તેના માટે ઓપરેશન થતા સામે આવે તો કોઈ ને કોઈ રીતે સમુદ્રી જીવને હાનિ પહોંચતી જોવા મળે યુદ્ધની બાબતો અને ડ્રગ્સની હેરફેર સમુદ્ર રસ્તે વધુ થાય આ સમયમાં સેનાએ સામેના કાવતરા સામે આવે અને આતંકી સંગઠનો વધુ સકિર્ય થતા જોવા મળે મંગળ રાહુ છળ કપટ અને કાવતરા દર્શાવે છે તો બે દેશ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા એ જોવા મળે વળી પાડોશી દેશોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે આ પ્રકારના ગ્રહમાન હોય ત્યારે કેન્સરના વધુ કેઈસ સામે આવતા જોવા મળે છે વળી કોઈ કોઈ જગ્યા એ સપ્લાય ચેન ડિસ્ટર્બ થતી જોવા મળે અને આયાત નિકાસ પર અને શેરબજાર પર પણ અસર પડતી જોવા મળે વળી મુદ્રા સ્થિતિમાં પણ મોટા ફેરફાર જોવા મળે!ખાસ કરી ને મત્સ્ય ઉદ્યોગ,ફિશરીઝને લગતી બાબતો, મત્સ્ય વિભાગ તેને લગતા શેરમાં ફેરફાર જોવા મળે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—-૭૯૯૦૫૦૦૨૮૨