તા. ૨૬ .૧૧.૨૦૨૩ રવિવાર  ,સંવંત ૨૦૮૦, કારતક સુદ ચતુર્દશી, ભરણી  નક્ષત્ર, પરિઘ યોગ,  વિષ્ટિ  કરણ આજે સાંજે ૭.૫૬ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.

મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .

મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–શુક્ર સ્વગૃહી થાય ત્યારે લક્ષ્મી સાધના વિશેષ ફળદાયી નીવડે છે

ધન સંપંત્તિ અને વૈભવને શુક્ર ગ્રહ સાથે સીધો સંબંધ છે, ગોચરમાં જયારે શુક્ર મહારાજ સ્વગૃહી થાય ત્યારે લક્ષ્મી સાધના વિશેષ ફળદાયી નીવડે છે આ સમયમાં માં લક્ષ્મીની સાધના કરવાથી ધન સંપત્તિ વૈભવ પ્રાપ્ત કરી શકાય છે. આ વર્ષે ૨૯ નવેમ્બર થી ૨૫ ડિસેમ્બર વચ્ચે શુક્ર તુલામાં છે માટે આ સમયમાં શ્રીસૂક્તના પાઠ, કનાકધારા સ્તોત્રના પાઠ (સાધનાની વિગતો પુસ્તક સાધનાથી સમૃદ્ધિ તરફમાં આપેલ છે)  અને શુક્ર મંત્ર કરવાથી તથા કુંવરકા બાળાઓને જમાડવાથી વિશેષ લાભ થાય છે.તા.૨૯ નવેમ્બરના રોજ  કલા- શૃંગાર, ભોગ- વિલાસના સ્વામી શુક્ર તુલામાં સ્વગૃહી બને છે જે  જીવન જીવવાનો નવો વૈભવ પૂરો પાડે છે. કન્યા રાશિમાં કેતુ સાથે યુતિ પૂર્ણ થયા બાદ તુલામાં તે પોતાની રીતે પોતાની કલા બતાવી શકે છે માટે આ પખવાડિયું કલા, કલાકારો, સીને જગત, સંગીત,નૃત્ય,પેઇન્ટિંગ, ફેશન બિઝનેસ, શો બિઝનેસના નામે રહેશે. આ સમયમાં લક્સરીએસ કારનું વેચાણ પણ સારું રહેશે વળી લોકો વધુ વૈભવી મકાન અને ફ્લેટ પર પસંદગી ઉતારતા જોવા મળશે. તુલાએ લગ્નની રાશિ છે વળી લગ્નની સીઝન પણ શરુ થઇ રહી છે જેથી આ સમયમાં ચર્ચામાં રહે તેવા વૈભવી લગ્નો થતા જોવા મળશે. જીવનમાં તમામ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે શુક્ર મહારાજની કૃપા આવશ્યક છે માટે આ સમયમાં શક્ય તેટલી શુક્ર અને લક્ષ્મી પૂજા કરી શકાય!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.