તા. ૨૮.૨.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ ચોથ,સંકષ્ટ ચતુર્થી, હસ્ત નક્ષત્ર, બવ કરણ આજે રાત્રે ૯.૦૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) ત્યારબાદ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.
–ચોક્કસ નંબરની પેટર્ન યુનિવર્સના સંકેત આપે છે
રાહુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે ત્યાર થી સ્વપ્ન સંકેતમાં વૃદ્ધિ થઇ છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું વળી આ જ કડીમાં વધુ વાત કરીએ તો કોઈ ને કોઈ રીતે યુનિવર્સના સંકેત આ સમયમાં આપણા સુધી પહોંચી રહ્યા છે !! ઘણા મિત્રો આંકડાઓની એક ચોક્કસ પેટર્ન વારંવાર તેમની સામે આવી રહી હોવાનું કહે છે જેને ન્યુમેરોલોજી મુજબ ડિકોડ કરી શકાય! દાખલ તરીકે મારા એક મિત્રને વારંવાર નંબર ૪ કે જેનો સરવાળો ૪ થાય એવી સિરીઝ જોવામાં આવતી કે મોબાઈલ નંબર કે ગાડી નંબર મકાન નંબર કોઈ પણ રીતે ૪ અંક વારંવાર જોવામાં આવતો જેનો અર્થ એ હતો કે રાહુ મહારાજ કૈક કહેવા માંગે છે અને ગ્રહો કોઈ ને કોઈ રૂપે તેની વાત રજૂ કરે છે ક્યારેક કોઈ સ્વરૂપે વાત રજૂ કરે છે તેને ડિકોડ કરવી જરૂરી છે એ સમયમાં એ મિત્ર એક વ્યસનમાં ફસાયા હતા એટલે રાહુની નેગેટિવ અસર તેમના પર થતી હતી મેં એનાલિસિસ કરી ને તેમને વ્યસન છોડવા કહ્યું અને એ મુજબ તેઓ આગળ વધતા ઘણા સારા પરિણામ જોવા મળ્યા તો વારંવાર અંક ૧ કોઈ ને કોઈ રીતે સામે આવે તો તે પદ પ્રતિષ્ઠા અપાવે છે જયારે અંક ૨ સારા લાગણીશીલ સંબંધો આપે છે તો અંક ૩ જ્ઞાનમાં વૃદ્ધિ અને આધ્યાત્મિકતા આપે છે આમ જે અંક વારંવાર આપણી સામે આવે છે તે કોઈ ને કોઈ રીતે કૈક પ્રદાન કરતો હોય છે!!
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—-૭૯૯૦૫૦૦૨૮૨