તા. ૧૭.૮.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ નિજ શ્રાવણ સુદ એકમ, નક્ષત્ર: મઘા, યોગ: પરિઘ, કરણ: બાલવ. આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજમાં સફળતા મળે, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ,ઠ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે, ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ,સ,શ) : રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં કાળજી લેવી,મધ્યમ દિવસ.
આર્ટીફીસીયલ ઇન્ટેલલિજન્સ પર કામ કરતા પ્લેટફોર્મને સંઘર્ષ કરવો પડે
આજથી પવિત્ર નિજ શ્રાવણ માસ શરુ થાય છે ભગવાન સદાશિવ અને કૃષ્ણ પરમાત્માની સાધના કરવા માટે સુંદર સમય છે આ વખતે બે શ્રાવણ માસ છે વળી નિજ શ્રાવણ જ્ઞાનના દિવસ ગુરુવારથી શરુ થઇ રહ્યો છે મઘા નક્ષત્રથી શરુ થઇ રહ્યો છે જેથી આ માસમાં સાધના કરવાથી પિતૃઓને પણ શાંતિ પ્રાપ્ત થાય છે કેમ કે મઘા નક્ષત્ર પિતૃ સૂચક નક્ષત્ર છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો હાલમાં સેનાપતિ મંગળ મહારાજ રાહુ અને શનિ સાથે ષડાષ્ટકમાં ચાલી રહ્યા છે જે અકસ્માતોની શૃંખલા સર્જે છે. બુધ મહારાજ વક્રી થવાથી વિધાર્થીઓની અભ્યાસ માટેની રુચિમાં બદલાવ આવતો જોવા મળશે અને કોટા થી લઈને કેનેડા સિવાય અભ્યાસ માટે અન્ય સ્થળો પર પસંદગી થતી જોવા મળશે વળી આ સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલ હોસ્ટેલથી કંટાળી નીકળી જતા જોવા મળશે. સરકારની કોઈ પોલિસીની સારી અસર શેરબજાર પર જોવા મળશે. આ સમયમાં કમ્યુનિકેશન ક્ષેત્રે અને ટેક્નોલોજી ક્ષેત્રે કેટલાક અંતરાયો આવતા જોવા મળશે વળી સોસીઅલ મીડિયાના દિગ્ગજો અને આર્ટીફીસીયલ ઇન્ટેલલિજન્સ પર કામ કરતા પ્લેટફોર્મને સંઘર્ષ કરવો પડે કે મુશ્કેલીમાં થી પસાર થવું પડે. વૈશ્વિક આયાત નિકાસ બાબતે ઘણા પરિવર્તન આવે ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશો બાબત વિશ્વની સ્થિતિમાં મહત્વના ફેરફાર જોવા મળે. આ સમયમાં યુવા નેતાઓ પોતાના વિધાનોથી વિવાદમાં આવતા જોવા મળે અને તેમના હોદ્દામાં મહત્વના ફેરફાર થતા જોવા મળે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨