તા. ૧૩.૮.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ વદ બારસ, આર્દ્રા નક્ષત્ર, વજ્ર યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી shako.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
સેનાપતિ મંગળ પોતાની રીતે બિસાત ગોઠવી રહ્યા છે
અગાઉ લખ્યા મુજબ મંગળ કન્યામાં જઈ રહ્યા છે ત્યારે અકસ્માતોની માત્રા વધી છે અને સૂર્ય સિંહ માં આવી રહ્યા છે ત્યારે અત્રે લખ્યા મુજબ સરકાર મહત્વના નિર્ણયો તરફ જઈ રહી છે વળી મંગળ કન્યા માં આવવા સાથે શનિ અને રાહુ બંને સાથે ષડાષ્ટક યોગમાં આવશે જે રેલ દુર્ઘટના,રોડ અકસ્માત અને આતંકી ઘટનાથી સાવધ રહેવાનું સૂચવે છે વળી મંગળ રોગની રાશિ કન્યા માં આવવાથી રોગ બાબતે વધુ સાવધ રહેવું પડે સૂર્ય અને મંગળની એક સાથે મુવમેન્ટથી ચાઈના થી લઈને પાકિસ્તાન અને અમેરિકા થી લઈને રશિયા તમામ જગ્યા એ ઘણા પરિવર્તન દેખાઈ રહ્યા છે અને પાકિસ્તાનની રાજનીતિમાં પણ ફરી ઉછાળો આવ્યો છે અને સેનાપતિ મંગળ પોતાની રીતે બિસાત ગોઠવી રહ્યા છે પરંતુ હાલના ગ્રહમાનમાં પાકિસ્તાનમાં સ્થિરતા આવવી અઘરી છે એ જ રીતે ભારતના મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં પણ વારંવાર સરકાર પર સંકટ તોળાતું જોવા મળે શુક્ર મહારાજ સપ્ટેમ્બરના અંત સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરે છે જે ઘણી બાબતોમાં લાગણીની પરાકાષ્ઠા સૂચવે છે બીજી તરફ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ સ્વરાશિ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અધિક માસ પૂર્ણ થતા જ સૂર્ય અને મંગળ રાશિ પરિવર્તન કરશે જે ઘટનાક્રમમાં તેજી લાવનાર બને છે અને સરકાર દરેક સ્તરે મહત્વના નિર્ણય લેતી જોવા મળશે
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨-