તા. ૧૬.૨.૨૦૨૩ ગુરુવાર,

સંવંત ૨૦૭૯ મહા વદ અગિયારસ, વિજયા એકાદશી

નક્ષત્ર: મૂળ

યોગ: વજ્ર

કરણ: બવ

આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ): આજે તમે ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ): આજે ધીમે ધીમે પરિસ્થિતિ તમારા તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .

મિથુન (ક,છ,ઘ): આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિથી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

સિંહ (મ,ટ): વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ): પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે

તુલા (ર,ત):  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકશો.

વૃશ્ચિક (ન,ય): તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ):
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ): મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.