તા. ૧૫.૨.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ છઠ, અશ્વિની નક્ષત્ર, શુક્લ યોગ , ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
–વસંત પંચમી થી લઈને હોળી સુધીના સમયમાં અવકાશમાં એક અલગ જ ઉર્જા પ્રવર્તે છે
વસંત પંચમી થી લઈને હોળી સુધીના સમયમાં અવકાશમાં એક અલગ જ ઉર્જા પ્રવર્તે છે આ ઉર્જાના સકારાત્મક ઉપયોગ માટે અનેક ઉપાય યોજવામાં આવે છે જેમાં વનસ્પતિ અને ફૂલોના ઉપયોગ થી લઇ પવિત્ર નદીમાં સ્નાનથી લઈને કેટલાક દ્રવ્યના ઉપયોગ કરી શકાય છે અને સાથે સાથે યોગ્ય સાધનાઓ પણ લેવામાં આવે છે. આ દિવસોમાં નેચરલ ગોળનો ઉપયોગ ખુબ લાભકારક બને છે. વ્યવસાય અને પ્રગતિ માટે સૂર્યને દરરોજ વહેલી સવારે ગોળવાળું પાણી રેડવાથી લાભ થાય છે તો પિતૃબાધા કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે પીપળે ગોળવાળું પાણી રેડવામાં આવે છે જયારે ગ્રહોની મુશ્કેલીઓ દૂર કરવા માટે શિવલિંગ પર ગોળયુક્ત પાણી કે શેરડીનો રસ ચડાવી શકાય આ જ રીતે શરીરની ઓરા શુદ્ધ કરવા માટે અને ચક્ર શુદ્ધ કરવા માટે કેસુડાના ફૂલવાળા પાણી થી સ્નાન કરવું જોઈએ આવા અનેક પ્રયોગ વસંત પંચમી થી લઇ હોળી સુધીમાં સૂચવવા માં આવ્યા છે તો આ સમયમાં ભક્તિમાર્ગથી ઈશ્વર પ્રાપ્તિના રસ્તા ખુલે છે કેમ કે પ્રકૃતિ અત્યારે વસંત અને પ્રણયના રંગ ભરે છે ત્યારે ઈશ્વર પ્રત્યે એક દિવ્ય પ્રેમની અનુભૂતિ કરવાનો સમય ગણી શકાય!!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨