તા. ૯.૧૧.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ અગિયારસ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, વૈદ્યુતિ   યોગ,કૌલવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ)  હેશે.

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ)  : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–બુધ વૃશ્ચિકમાં આવે ત્યારે જાહેરજીવનમાં નિંદનીય બયાનો સામે આવતા જોવા મળે

અગાઉ અત્રે લખ્યા મુજબ ફિલીસ્તીનના પ્રમુખ પર આત્મઘાતી હુમલાની કોશિશ થઇ છે જે નાકામ કરવામાં આવી છે તો બીજી તરફ ઇઝરાયેલ વધુ તીવ્રતાથી જમીન પર તેના ઓપરેશન પાર પાડી રહ્યું છે જયારે વાટાઘાટો માટે અવકાશ બંધ થતો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. વાણીના સ્વામી બુધ મહારાજ વૃશ્ચિકમાં જવા પર અત્રે જણાવેલું કે ઘણા વિરોધાભાસી બયાન સામે આવે તે મુજબ નીતીશકુમારને તેમનું જ બયાન ભારે પડ્યું છે અને કહેવું પડ્યું છે કે હું જ મારા બયાનની નિંદા કરું છું. બુધ જયારે વૃશ્ચિકમાં આવે ત્યારે જાહેરજીવનમાં આ રીતે ઘણા નિંદનીય બયાનો અને વિરોધાભાસી બયાનો સામે આવતા જોવા મળે છે તો અગાઉ વાત થઇ એ મુજબ દિલ્હીથી લઈને ઘણા રાજ્યો વાયુ પ્રદુષણનો શિકાર બની રહ્યા છે અને કોર્ટની તીખી ટિપ્પણીઓ એ અંગે સામે આવી રહી છે અને જો તત્વોની વાત કરીએ તો  હવે જળ પ્રદુષણની સમસ્યો પણ સામે આવવાની છે અને અનેક જગ્યાએ પાણી કેમિકલ યુક્ત કે પેસ્ટીસાઇડ યુક્ત થવાથી ઝહેરીલુ બનતું જોવા મળશે તો આ સમયમાં અનેક નદી અને તળાવોના પાણી ચિંતાજનક રીતે આ સ્થિતિમાં જોવા મળશે જે જળચર માટે ખતરારૂપ બની શકે છે જે હું અત્રે લખી ચુક્યો છું વળી આ સમયમાં ઠંડા પીણાં અને બજારમાં મળતી લીકવીડ દવા અને અન્ય લિકવિડમાં મિલાવટ અને ઝહેરીલા તત્વોની હાજરી સામે આવશે જેના કારણે ઉહાપોહ થતો જોવા મળશે વળી કેમિકલ અને પેસ્ટીસાઇડ વિગેરે બાબતે પણ જનતામાં આક્રોશ જોવા મળશે!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.