તા. ૨૨.૨.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ તેરસ, પુષ્ય   નક્ષત્ર, સૌભાગ્ય  યોગ , ગર  કરણ આજે સવારે ૭.૪૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  કર્ક (ડ,હ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ) :  કોઈ બાબતને અહમનો  પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત)  સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

–આજરોજ ગુરૃવારને પુષ્ય નક્ષત્ર છે જેથી ગુરુપુષ્યામૃત યોગ બને છે

આજરોજ ગુરૃવારને પુષ્ય નક્ષત્ર છે જેથી ગુરુપુષ્યામૃત યોગ બને છે અને  સિદ્ધિ યોગ પણ છે  જે સૂર્યોદયથી સાંજે ૪.૪૩ સુધી છે આ સમય શ્રેષ્ઠ સમય છે શુભ વસ્તુની ખરીદી માટે અને હા ખાસ કરી ને આજના દિવસે શિવલિંગ પર કેસર અને સાકારયુક્ત ગાયનું દૂધ ચડાવવામાં આવે તો સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે વળી અમાવાસ્યા કે પૂનમ પર જન્મેલા મિત્રો આ રીતે જ જળ મિશ્રીત ગાયના દૂધમાં કેસર અને સાકાર નાખી સૂર્યને અર્ધ્ય આપે તો લાભકારી  રહે છે વળી આ દિવસે શુભ ગ્રહોની સાધના શરુ કરી શકાય છે જેનાથી સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. ૨૪ ફેબ્રુઆરી અને શનિવારે માઘી પૂર્ણિમા આવી રહી છે આ માસમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે મઘા નક્ષત્ર આપણા પૂર્વજોને દર્શાવતું નક્ષત્ર છે અને સ્વપ્ન સંકેત લેખમાં જણાવ્યા મુજબ હાલના સમયમાં સ્વપ્નમાં પિતૃ સંકેતો પણ પ્રાપ્ત થઇ શકે છે ખાસ કરીને આ માસ માં પૂનમ અને અમાસ ચોક્કસ સંકેત આપનાર દિવસો છે. મહા માસ વિશેષ કરી સાધના માટે શ્રેષ્ઠ છે અને શિવ અને શક્તિ આરાધના માટે આ સમય પાવનકારી છે.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.