Abtak Media Google News

તા ૨.૭.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ જેઠ  વદ અગિયારસ, યોગીની એકાદશી, કૃત્તિકા  નક્ષત્ર ,દ્યુતિ  યોગ,  કૌલવ   કરણ આજે  સવારે ૧૧.૧૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ)  ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) રહેશે.


મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.


વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.


મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.


કર્ક (ડ,હ)  : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.


સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .


કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  


તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .


વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .


ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.


મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.


કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .    


મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.