તા ૧૩.૧.૨૦૨૫ , સોમવાર ,સંવંત ૨૦૮૧, પોષ સુદ પૂનમ, વ્રતની પૂનમ , આર્દ્રા નક્ષત્ર , વૈદ્યુતિ યોગ, વિષ્ટિ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ) : શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ અત્રે લખ્યા મુજબ કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ અને ભયાવહ આગ લાગી છે મંગળ મહારાજનું કર્કમાં લાબું રોકાણ ભારે પડી રહ્યું છે તો બીજી તરફ રાહુની મંગળ પર પાંચમી દ્રષ્ટિ અને મંગળની શનિ પર આઠમી દ્રષ્ટિ ઉકેલના લાવી શકાય તેવી ઘણી ઘટનાઓ અને સમસ્યાઓને જન્મ આપી રહી છે. આ બધા વચ્ચે ૧૪ જાન્યુઆરીના મકરસંક્રાંતિ પર્વ આવી રહ્યું છે.મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે પરંતુ આ દિવસે સૂર્ય, પુત્ર શનિના ઘરમાં આવે છે આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે કેમ કે આજના દિવસે કરેલા પુણ્યકાર્યથી સૂર્ય અને શનિ બંનેની ઉર્જા પ્રાપ્ત થાય છે. આ મકર સંક્રાંતિ ઘણા વિશિષ્ટ યોગ લઈને આવી રહી છે. મકર સંક્રાંતિ મંગળવારે આવી રહી છે. આથી પૂરું વર્ષ પોઝિટિવ એનર્જી મેળવવા માટે દાન ધર્મ અને સૂર્ય પૂજા કરવા જોઈએ. ૧૪ જાન્યુઆરીના સવારે ૮.૫૪ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
7990500282