તા. ૧૩.૩.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ ચોથ. અશ્વિની નક્ષત્ર, ઐંદ્ર યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્તિ કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
–ત્રીજી મહાવિદ્યા માં છિન્નમસ્તા અતિ રહસ્યમય દેવી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ મહત્વની તારીખો ૧૧,૧૨ માર્ચમાં અતિ મહત્વનો ઘટનાક્રમ ઘણા ક્ષેત્રોમાં જોવા મળ્યો અને સરકારે સીએએ લાગુ કર્યું તો શેરબજારમાં પરિવર્તન જોવા મળ્યું તો બીજી તરફ અસ્તના શનિની અસર માં ખટ્ટર સરકાર પર જોખમ આવ્યું અને આ સિવાય પણ ઘણા મહત્વના બનાવો આ સમયમાં બનવા પામ્યા છે જે વિષે અત્રે પહેલા જ લખી ચુક્યો હતો. હાલમાં દશ મહાવિદ્યા વિષે વાત કરી રહ્યા છીએ ત્યારે ત્રીજી મહાવિદ્યા માં છિન્નમસ્તા જે અતિ રહસ્યમય દેવી છે અને રહસ્યશાસ્ત્રો અને સાધનામાં તેનો ઉલ્લેખ બહુ જ બારીકાઈથી કરવામાં આવે છે!! માં ભવાની તેમની સખીઓ જયા અને વિજયા સાથે મંદાકિની નદીમાં નાહવા જાય છે અને સ્નાન બાદ તેમની સખીઓને બહુ ભૂખ લાગે છે જયારે સખીઓ ભૂખથી ખુબ પીડાય છે ત્યારે માતા તેની ભૂખ દૂર કરવા પોતાનું જ મસ્તક કાપી રુધિરની ત્રણ ધારા વહેવડાવે છે જેમની બે ધારા બે સખીઓ પીવે છે જયારે ત્રીજી દેવી સ્વયં પીવે છે! સૂક્ષ્મ રીતે આ વાત નાડીશાસ્ત્રની છે અને માતા એટલે કે શક્તિ ઈડા , પિંગલા અને સુષુમ્ણા ની વાત કરે છે અહીં ત્રણ ધારા રાજસ , તામસ અને સત્વ દર્શાવે છે અને સાધના માર્ગે બહુ ઊંડી વાત અહીં સમજાવવામાં આવી છે ખાસ કરી ને મારા અનુભવ મુજબ માતાની સાધના ગુરૂઆજ્ઞા થી જ કરવી અને ભૂખ્યા પેટે કરવી જરૂરી છે વળી આ સાધના પૂર્વે નાડી જ્ઞાન હોવું જરૂરી બને છે.
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨