તા.૭.૧.૨૦૨૪ રવિવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ અગિયારસ, વિશાખા   નક્ષત્ર, શૂલ  યોગ, બવ  કરણ આજે સાંજે ૪.૦૦ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન ,ય) રહેશે.

મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ  દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ .

સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો .

વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

રાહુ, મંગળ અને શુક્ર યુતિ પૂર્વ જન્મનું કાર્મિક બંધન

અત્રે લખ્યા મુજબ રાહુ મીનમાં આવવા સાથે દરિયાયી હલચલ વધી છે અને ચાંચિયાઓનો ત્રાસ વધ્યો છે જેનો જવાબ આપણી નેવીએ શ્રેષ્ઠ રીતે આપ્યો છે આવનારા દિવસોમાં પણ દરિયામાં આપણે વધુ સતર્ક રહેવું પડશે. વિશ્વના અનેક દેશો દરિયાયી ચાંચિયાગીરી સામે આવતા જોવા મળશે!એક એવો કેઈસ મારી પાસે આવ્યો  જેમાં એ ભાઈ ૩૨ વર્ષ થઇ ગયા તો પણ વિવાહ શક્ય બનતા ન હતા ! આ ભાઈ એ અનેક વ્યક્તિ પાસે જઈ ઘણા ઉપાય કર્યા હતા તો પણ નિરાકરણ આવ્યું ના હતું! મેં તેમની જન્મકુંડળી પરથી તેમનો કાર્મિક પાસ્ટ લાઈફ રેકોર્ડ બનાવ્યો! તેમની કુંડલીમાં ચોથા સ્થાન માં રાહુ, મંગળ અને શુક્ર વિરાજમાન હતા! રાહુ, મંગળ અને શુક્રની વિધિ તો તેમણે  કરાવી  હતી પરંતુ જે દોષ જન્મોથી ચાલ્યો આવતો હતો તે પર કોઈની ધ્યાન આપ્યું ના હતું. ચોથે રાહુ, મંગળ અને શુક્ર દર્શાવે છે કે પૂર્વ જન્મોમાં ઘરમાં સ્ત્રીઓને પરેશાન કરી હોય ,મારી હોય કે સતાવી હોય જે હિસાબે શુક્ર બગડે છે .મેં તેમને પુછ્યું કે તમારા ઘરમાં કોઈ લવ મેરેજ કરવા ઈચ્છે છે તો તેમણે કહ્યું હતું કે તેના નાના ભાઈ ને જ લવ મેરેજ કરવા છે પરંતુ તેમણે જ ભાઈ ને રોકી રાખ્યો છે જેથી ભવિષ્યમાં બંને ભાઈનું લગ્ન સાથે થઇ શકે. મેં તેમને  કાર્મિક રીતે સલાહ આપી કે તમે ઉત્સાહપૂર્વક તમારા ભાઈ ના લગ્ન કરી આપો પછી તમારા લગ્નનો માર્ગ ખુલશે. તેમણે એ પછી ભાઈના લગ્ન સંપન્ન કર્યા અને થોડા મહિનાઓમાં જ તેમના પણ લગ્ન નક્કી થઇ ગયા! આમ કાર્મિક ઈલાજથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.