તા. ૨૦ .૧૧.૨૦૨૩ સોમવાર  ,સંવંત ૨૦૮૦, કારતક સુદ આઠમ  , ધનિષ્ઠા  નક્ષત્ર, ધ્રુવ  યોગ,  વિષ્ટિ  કરણ આજે સવારે ૧૦ .૦૭ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ )  રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં  કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

કર્ક (ડ,હ)  : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ) :  આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે,  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ  માટે પણ સારું રહે.

તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ  થાય.

વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો,  તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી…૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.