તા. ૬.૧૦.૨૦૨૩ શુક્રવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ સાતમ, આઠમનું શ્રદ્ધ,આર્દ્રા નક્ષત્ર, પરિઘ યોગ,બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–મંગળ અને કેતુનું આ ઘર્ષણ જીવનમાં ઘણા ના રૂઝાય તેવા ઝખ્મ આપવા સક્ષમ છે
અગાઉ અત્રે લખ્યા મુજબ રાહુના મીન પ્રવેશ સમયે ઘણા દિગ્ગજ લોકોને કારાવાસ યોગ બનતો જોવા મળશે તે મુજબ સંજય સિંહ પર સિકંજો કસતો જાય છે અને હજી ઘણા દિગ્ગજો કાયદાની ચુંગાલમાં ફસાતા જોવા મળશે. વળી સબમરીનને લગતી ઘટના અત્રે લખેલી જે ઘટનાક્રમ ચીન નેવીમાં જોવા મળ્યો છે વળી રાહુ મીનમાં જેલ અને હોસ્પિટલ દર્શાવે છે જે અત્રે લખ્યા મુજબ મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં અનેક દર્દીઓના અવસાન અચાનક થવા પામ્યા છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો તુલામાં મંગળ કેતુ જાહેરજીવનના મધુર સંબંધોની હત્યા કરી નાખે છે અને પારિવારિક ઝગડાઓ લોહિયાળ જંગ માં પરિણમે તેવું દર્શાવે છે તો અગાઉ લખ્યા મુજબ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો જનેતાએ ખુદ નાના બાળકની હત્યા કરી જે હૃદય કંપાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. મંગળ અને કેતુનું આ ઘર્ષણ જીવનમાં ઘણા ના રૂઝાય તેવા ઝખ્મ આપવા સક્ષમ છે. અન્ય બાબત વિચારમાં લઈએ તો આ સમયમાં શરીર પર ટેટુ કરવવવાનું ચલણ વધતું જોવા મળશે અને વિશ્વમાં અનેક જગ્યાએ લિવ ઈન રિલેશનશિપ કે મેરેજને નવી વ્યાખ્યાથી કે નવી નજરથી જોવા માં આવશે વળી સમાજમાં લગ્ન સંસ્કાર એક નવા આયામથી લેવામાં આવશે અને સમાજજીવનમાં ઘણા મોટા પરિવર્તન પણ શરુ થતા જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨