તા.૪.૧.૨૦૨૪ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ આઠમ, હસ્ત   નક્ષત્ર, અતિ. યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે  વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

કર્ક (ડ,હ)  : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

વર્ષ ૨૦૨૪ અને શનિ

વર્ષ ૨૦૨૪ એ શનિનું વર્ષ છે. શનિ મહારાજ દંડનાયક છે ન્યાય ના દેવ છે  તેથી આ વર્ષે વ્યાપક રીતે ન્યાય થશે. શનિ કન્સ્ટ્રક્શનના બાંધકામના  કારક છે તેથી આ વર્ષે જો તમે કંસ્ટ્રક્શન કરી રહ્યા હો તો થોડી દુવિધા અને પ્રશ્નો આવશે , બજેટ વધશે અને લેબરમાં પ્રોબ્લેમ રહેશે. આ વર્ષે થતા મોટા બાંધકામોમાં પણ વિલંબ જોવા મળશે.વર્ષ ૨૦૨૪ માં કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિને નાની પનોતી છે  અને મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિને સાઢેસાતી છે , તેથી આ પાંચ રાશિઓ પર વર્ષ ૨૦૨૪નો વધુ પ્રભાવ થશે. આ રાશિવાળાઓએ  આ વર્ષે સત્કાર્યો  અને દૈવી કર્મોથી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ તો વર્ષ ૨૦૨૪માં તેમને સારા પરિણામ મળશે. સૂર્ય મહારાજ ઉત્તર તરફ અયન કરવા જઈ રહ્યા છે વળી વર્ષ ૨૦૨૪ શનિના આધિપત્યનું વર્ષ છે જેથી ખોટા લોકોની પોલ ખુલતી જોવા મળે અને સૂર્ય સત્તાવાહી રીતે કામ લેતા જોવા મળે. સરકાર આ સમયમાં ઘણા કડક નિયમો લાવે અને તેનો અમલ પણ કરાવે કેમ કે સૂર્ય એ સરકાર છે અને સૂર્ય મકરમાં પ્રજાને આકરા લાગે તેવા નિયમનું પાલન પણ કરાવે છે. અસ્તના મંગળ મહારાજ જનસામાન્યમાં સ્વાસ્થ્યની કાળજી અંગે આળસ બતાવે જેથી રોગનો શિકાર આસાની થી બનાવે છે

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.