તા. ૧૨.૧.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, માગશર પોષ સુદ એકમ, ઉત્તરાષાઢા નક્ષત્ર, હર્ષણ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
–મંગળ જયારે અસ્તના થાય છે ત્યારે વ્યક્તિ પોતાના બનાવેલા નિયમોમાં રહી શકતો નથી!
તા. ૧૪ જાન્યુઆરીના મોડી રાત્રે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશી રહ્યા છે એટલે કે મકરસંક્રાંતિ આવી રહી છે જયારે શુક્ર મહારાજ પખવાડિયાની મધ્યે ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી મંગળ બુધ અને શુક્રની યુતિ થશે જે પસંદગીના લગ્નોને પ્રોત્સાહન આપતા જોવા મળશે. મંગળ બુધ અને શુક્ર સાથે મળે છે ત્યારે ન્યુક્લિઅર ફેમિલીની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય છે! સૂર્ય મહારાજ ઉત્તર તરફ અયન કરવા જઈ રહ્યા છે વળી વર્ષ ૨૦૨૪ શનિના આધિપત્યનું વર્ષ છે જેથી આ વર્ષે વ્યાપક પ્રમાણમાં ન્યાય થતો જોવા મળે, ખોટા લોકોની પોલ ખુલતી જોવા મળે અને સૂર્ય સત્તાવાહી રીતે કામ લેતા જોવા મળે. સરકાર આ સમયમાં ઘણા કડક નિયમો લાવે અને તેનો અમલ પણ કરાવે કેમ કે સૂર્ય એ સરકાર છે અને સૂર્ય મકરમાં પ્રજાને આકરા લાગે તેવા નિયમનું પાલન પણ કરાવે છે. અસ્તના મંગળ મહારાજ જનસામાન્યમાં સ્વાસ્થ્યની કાળજી અંગે આળસ બતાવે જેથી રોગનો શિકાર આસાની થી બનાવે છે મંગળ એ શરીર છે મંગળ જયારે અસ્તના થાય છે ત્યારે વ્યક્તિ પોતાના માટે બનાવેલા નિયમો શિસ્ત અને સમયબદ્ધતામાં રહી શકતો નથી આ સમયમાં પેટ્રોલિયમના ભાવ વધતા જોવા મળે ખાણ ખનીજ અને ભૂગર્ભની જણસના ભાવ વધતા જોવા મળે જોકે સંશોધન ક્ષેત્રે સમય ખુબ સારો રહે વળી મંગળ ઉદય થતા જ મેડિકલ ક્ષેત્ર પણ ઘણા સારા સંશોધનો સામે આવે પરંતુ યુદ્ધની માનસિકતામાં સુધારો થવામાં હજુ સમય લાગશે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨—