તા ૩.૭.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ જેઠ  વદ બારસ, રોહિણી  નક્ષત્ર ,શૂલ   યોગ,  ગર    કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.


મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.


વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.


મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.


કર્ક (ડ,હ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.


કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.


તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.


વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.


ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.


મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.


કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.


મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

—-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી ૭૯૯૦૫૦૦૨૮૨

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.