તા. ૨૩.૭.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ પાંચમ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, પરિઘ    યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.  

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આર્થિક અપરાધીઓ સરકાર સમક્ષ આવતા જોવા મળશે

અગાઉ લખ્યા મુજબ અકસ્માત, પૂર, વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે મંગળ શનિની પ્રતિયુતિમાં વાતાવરણ અલગ જ જોવા મળી રહ્યું છે વળી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવી ગયા છે તો બુધ મહારાજ  સિંહ રાશિમાં આવ્યા છે જે આ સમયમાં સરકાર દ્વારા વેપાર,વાણિજ્ય,બેન્ક,વીમા, ટેક્સ,આયાત- નિકાસ,શેરબજાર,મુદ્રાસ્થિતિ બાબતમાં મહત્વના સૂચનો દર્શાવે છે વળી આ સમયમાં આર્થિક અપરાધીઓ સરકાર સમક્ષ આવતા જોવા મળશે અથવા સરકાર કોઈ ને કોઈ રીતે આર્થિક અપરાધ કરનારને આ સમયમાં સખ્તાઈથી પેશ આવતી જોવા મળશે અને આ અંગે મોટી પ્રોપર્ટીઓ સીલ થતી જોવા મળશે. આ ઉપરાંત ગોચર ગ્રહોની અસર નીચે અત્રે લખ્યા મુજબ મણિપુર માં ભારેલો અગ્નિ છે અને સ્ત્રીઓ દુઃખદ સ્થિતિમાં થી પસાર થઇ રહી છે તો બીજી તરફ સત્તાના ગલિયારામાં અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અનેક મહિલાના નામ ગુંજી રહ્યા છે અને સીમા હૈદરનો કેસ પણ પહેલી નજરે દેખાય તેટલો સીધો નથી જ!!! મંગળ અને શુક્ર સત્તાની રાશિ સિંહમાં આ પ્રકારના કેસ દર્શાવે છે અને તેની પાછળ કોઈની કઈ છુપી મનશા પણ હોઈ શકે વળી ભારતીય ઉપખંડમાં આપણે કોઈ પાડોશીનો વિશ્વાસ આંખ મીંચીને કરી શકીએ એમ નથી અને ગ્રહોની અસર તળે થોડા સમયમાં જ બહુ મોટા ફેરફારો પણ આવી રહ્યા છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.