તા. ૧૬ .૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ આઠમ, પુષ્ય નક્ષત્ર, દ્યુતિ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.
તુલા (ર,ત) સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
–અગાઉ અત્રે લખ્યા મુજબ એપ્રિલ યુદ્ધના માહોલમાં પસાર થઇ રહ્યો છે!
અગાઉ અત્રે લખ્યા મુજબ ઈરાન ઇઝરાયેલ યુદ્ધ આગળ વધી રહ્યું છે અને અન્ય દેશો પણ તેમાં પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે વળી અગાઉ મેં લખેલું કે આ બાબતના મૂળમાં દરિયો હશે તે મુજબ જહાજનું જપ્ત થવું એક બાબત બની છે અને વિશ્વની ઘણી સેનાઓ સમુદ્રમાં જ રાહ જોઈ રહી છે આમ મીનનો રાહુ સમુદ્રમાં યુદ્ધ પ્રક્રિયા વધારી રહ્યો છે તો સૂર્ય મહારાજ ઉચ્ચના થતા બહુ ઝડપ થી કડક નિર્ણયો આવી રહ્યા છે અને રાજા તથા સેનાપતિ સક્રિય બની પગલાં લેવાનું મન બનાવી ચુક્યા છે! મંગળ શનિ યુતિના કારણે કેટલાક ક્રૂર પગલાં અને યુદ્ધના પગલાં વિશ્વમાં લેવાઈ રહ્યા છે જે માનવજાત માટે જોખમી છે ખાસ કરીને એપ્રિલ ખુબ ભારે હશે જે વિષે અત્રે લખી ચુક્યો છું.આજરોજ ચૈત્રી નવરાત્રી આઠમ છે, અર્થમાં નોરતે માં મહાગૌરીની સાધના થાય છે. મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે. ભગવાન શિવને પામવા માટે માતાજીએ કઠોર સંકલ્પ લીધો હતો ,આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી સ્નાન કરાવ્યું ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે અને દેહ કાંતિ ખીલે છે આપણી ઓરા પ્રભાવી બને છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨