તા. ૧૨.૯.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ નિજ શ્રાવણ વદ તેરસ, આશ્લેષા નક્ષત્ર, સિદ્ધ યોગ, ગર કરણ આજે રાત્રે ૧૧.૦૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.
તુલા (ર,ત) સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
–મોટી હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રે સરકાર કડક થતી જોવા મળશે
૧૫ સપ્ટેમ્બરે બુધ મહારાજ માર્ગી થવા જઈ રહ્યા છે અને ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૭ સપ્ટેમ્બરના કન્યા રાશિમાં પ્રવેશ કરશે જ્યાં મંગળ સાથે તેઓ અંગારક યોગની રચના કરશે વળી મંગળ સાથે શનિ અને રાહુનો ષડાષ્ટક યોગ ચાલુ જ છે. સૂર્ય કન્યામાં આવવા સાથે બાકી લોન બાબતે બેંકો અને સરકાર કડક થતી જોવા મળશે વળી બુધ પણ માર્ગી થવાથી તમામ એકમો આર્થિક વ્યવહાર બાબતે સ્પષ્ટ થતા જોવા મળશે અને વ્યાપારને ઉત્તેજન મળશે પરંતુ સૂર્ય મંગળની કન્યારાશિ માં યુતિ મોટી હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રે સરકાર કડક થતી જોવા મળશે વળી ટેક્સ વિગેરે બાબતોમાં પણ સરકાર નવા નિયમ લાવી શકે અને રિસર્વ બેન્ક આ સમયમાં કેટલીક ગાઇડલાઇન આપી શકે. સેનાપતિ મંગળ રાજા સૂર્ય સાથે નવી રણનીતિ ઘડવામાં મશગુલ થશે અને અહીં એક ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે કન્યા માં આ યુતિ દુશ્મનને ખુલ્લા પાડી સાવ સામે લાવી દે છે અને આ સમયમાં વિશ્વમાં અનેક જગ્યાએ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી થતી જોવા મળે વળી ભારતમાં પણ સીમા પર અને આતંકી વિરુદ્ધ કડક પગલાં લેવાતા જોવા મળે અને બુધના માર્ગી થવાથી આર્થિક અપરાધીઓને કાયદાના સાણસામાં લેવાનું વધુ અનુકૂળ બનશે શુક્ર લાંબા સમયથી કર્કમાં છે જે સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ પણ ઉજાગર કરે છે અને કેટલાક ક્ષેત્રમાં સ્ત્રીઓએ વધુ વેઠવું પડતું હોય તેવું જોવા મળે. રાહુ મહારાજ ધીમે ધીમે વક્રી ગતિથી મેષ રાશિ છોડવાની તૈયારી કરી રહ્યા છે જેની દૂરગામી અસરો અત્યારથી જ જોવા મળી શકે છે વળી સૂર્યના કન્યા રાશિ પ્રવેશ સાથે સરકાર પ્રજાને કોઈ મોટી ભેટ અને ખુશીના સમાચાર આપતી જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨