તા.૮.૧૨.૨૦૨૩ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, કારતક વદ અગિયારસ, હસ્ત નક્ષત્ર, સૌભાગ્ય યોગ, બવ કરણ આજે રાત્રે ૯.૫૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ) ત્યારબાદ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.
–ચંદ્ર અને શુક્ર યુતિ ધરાવતા મિત્રો કલા, શૃંગાર, ભોગ, વિલાસના શોખીન હોય છે
આજે શુક્રવારને રાતે ૯.૫૪ના ચંદ્ર મહારાજ તુલા રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર મહારાજ સ્વગૃહી ચાલી રહ્યા છે જેથી ચંદ્ર અને શુક્ર યુતિ તુલા રાશિમાં થશે. ચંદ્ર અને શુક્ર સાથે મળીને આકર્ષણ યોગ બનાવે છે જે મિત્રોની જન્મકુંડળીમાં ચંદ્ર શુક્ર સાથે હોય ત્યારે તેઓ અન્ય લોકોને સારી રીતે આકર્ષિત કરી શકે છે તેમનું વ્યક્તિત્વ મોહક હોય છે અને પોતાની વાત જલ્દીથી સામી વ્યક્તિને મનાવી શકતા હોય છે! ચંદ્ર અને શુક્ર યુતિવાળા જાતકોને સ્ત્રીઓનો સારો સહયોગ મળે છે. મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે આ યુતિ વાળા જાતકોની કારકિર્દી અને નામના બનાવવામાં સ્ત્રીઓનો વિશેષ ફાળો હોય છે. ચંદ્ર અને શુક્ર યુતિ ધરાવતા મિત્રો કલા શૃંગાર ભોગ વિલાસના શોખીન હોય છે અને લાગણીશીલ હોય છે! તેઓની લાગણીની અભિવ્યક્તિ પણ સારી હોય છે જો શુભ સ્થાનમાં આ યોગ બનતો હોય તો જાતક જીવનમાં ઘણો આગળ જાય છે અને ઋજુ હૃદય હોય છે જો કે સંબંધોની આટીઘુંટીમાં થી તેમણે પસાર થવાનું આવે છે અને સ્ત્રીઓને એમનાથી ક્યારેક અન્યાય થઇ બેસે છે તો તેનો શ્રાપ લાગે છે તે કાળજી પણ આ યોગવાળા મિત્રોએ લેવી જોઈએ કે કોઈ પણ સ્વરૂપે જીવનમાં સ્ત્રી આવી હોય તો તેની બદદુઆ ના લાગવી જોઈએ અન્યથા આ યોગ આકર્ષણ માટે શ્રેષ્ઠ યોગ છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨