તા.૧૫.૧૨.૨૦૨૩ શુક્રવાર  ,સંવંત ૨૦૮૦, માગશર સુદ ત્રીજ, પૂર્વાષાઢા  નક્ષત્ર, વૃદ્ધિ યોગ, તૈતિલ   કરણ આજે બપોરે ૧.૪૪ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .

મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)  : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) :  તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —  ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.