તા. ૧૬.૧.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦,  પોષ સુદ છઠ , ઉત્તરાભાદ્રપદા  નક્ષત્ર, પરિઘ   યોગ, કૌલવ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ)  રહેશે.–

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.

કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.

કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.

વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.

કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

–કૌલવ કરણના જાતકો  પ્રેમાળ અને મિત્રતાપૂર્ણ હોય છે

પંચાંગનું એક અંગ કરણ છે, તિથિના અડધા ભાગને કરણ કહેવાય, માટે એક તિથિમાં બે કરણ હોય.કરણ 6 અંશનું હોય.પંચાંગમાં કુલ 11 કરણ છે. એમાંથી બવ, બાલવ, કૌલવ, તૈતીલ, ગર, વણિજ, વિષ્ટિ આ ૭  ચર કરણ કહેવાય જે એક પક્ષમાં ચાર ચાર વાર આવે.બાકીના શકુની, ચતુષ્પદ , નાગ, કિંસ્તુઘ્નઆ ૪ કરણ સ્થિર કરણ છે. બવ કરણ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રકૃતિનું છે તેના સ્વામી ઇન્દ્ર લડવાની શક્તિ પણ આપે છે. બાલવ કરણ યુવાન જેવો ઉત્સાહ ધરાવે છે અને કાર્યપૂર્તિ કરે છે જયારે કૌલવ કરણ પ્રેમાળ અને મિત્રતાપૂર્ણ છે તાજગી આપનારું છે.તૈતિલ કરણ જીવનમાં ધન વૈભવની કમી રહેવા દેતું નથી જાતકનું સારી રીતે પોષણ કરનારું બને છે જયારે જીવનમાં પ્રગતિ અને શિસ્ત આપનારું છે. વણિજ કરણ વેપાર વાણિજ્યમાં સફળતા અપાવે છે તો વિષ્ટિ કરણ શરૂઆત માં નિષ્ફળતા પછી સફળતા આપે છે દુશ્મનનો સફાયો કરનાર છે પણ સાથે સાથે જાતકની છબી પણ ખરાબ કરે છે પછી આગળ વધારે છે! કિંસ્તુઘ્ન કરણ વાળા મિત્રો દાન કરતા હોય છે અન્યને કૈક આપીને રાજી થતા હોય છે અને જીવનમાં આગળ આવતા હોય છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨ —

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.