તા.૯.૧.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦, માગશર વદ તેરસ, જ્યેષ્ઠા   નક્ષત્ર, વૃદ્ધિ  યોગ, ગર  કરણ આજે  રાત્રે ૯.૧૧ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ) :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

 –જ્યોતિષશાસ્ત્ર અને મુહૂર્તશાસ્ત્રમાં હોરાનું  વિશેષ મહત્વ

જ્યોતિષશાસ્ત્ર અને મુહૂર્તશાસ્ત્રમાં હોરાનું  વિશેષ મહત્વ છે. વિવિધ પ્રકારના કાર્ય માટે અલગ અલગ ગ્રહની હોરા લેવામાં આવે છે જેમ કે સૂર્યની હોરામાં સરકારી કામકાજ , સરકારી ઓફિસમાં મુલાકાત લેવી કે સરકાર સાથેના કોઈ પણ કામકાજમાં સફળતા મળે છે વળી નવી દવા લેવી હોય તો પણ સૂર્યની હોરા કામ કરે છે જયારે ચંદ્રની હોરામાં લાગણીકીય કામ, સંબંધોને લગતા કામકાજ અને કલાત્મક કામગીરીમાં વળી પ્રવાહીને લગતી બાબતોમાં સફળતા મળે છે જયારે મંગળની હોરા ખેતી ની કામગીરી, જમીન લે વેચ, શારીરિક બાબતો યોગ અને ટેક્નિકલ કામ કરી શકાય જયારે બુધની હોરા માં બેન્કિંગ, વીમા ના કામ,વ્યાપાર , આયાત નિકાસ, બુદ્ધિગમ્ય કામ લેખન વાંચન કરી શકાય ગુરુની હોરામાં શુભ કાર્યો ધાર્મિક કાર્યો પૂજા પાઠ અભ્યાસ વિગેરે કરી શકાય સંતાનને લગતી કામગીરી સ્ટેશનરીની કામગીરી કરી શકાય તો શુક્રની હોરામાં આભૂષણ કાર્ય, કલા અને વૈભવી વસ્તુઓ પરત્વે કામ કે આનંદ પ્રમોદ થાય. લગ્ન અને લગ્ન વિષયક કામ થાય જયારે શનિની હોરા માં લેબર, કારીગરીના કામ, નીચેના સ્ટાફને લગતા કામ, લોખંડ , ઓઇલ વાહન રિપેર જેવા કાર્ય અને શ્રમના કાર્ય કરી શકાય છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.