તા. ૨૬.૧.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, પોષ વદ એકમ, પુષ્ય નક્ષત્ર, પ્રીતિ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.
તુલા (ર,ત) સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
–વિશ્વ સમક્ષ આપણે નવા સ્વરૂપમાં બહાર આવી રહ્યા છે
આજે આપણે સૌ પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ ત્યારે ભારતવર્ષ વિષે થોડી વાત કરીએ!અત્રે લખ્યા મુજબ વર્ષ ૨૦૨૪ શનિનું વર્ષ છે અને શનિ રાજનીતિનો ગ્રહ છે માટે આ વર્ષમાં વિશ્વમાં અનેક જગ્યાએ રાજનીતિ નવા રૂપમાં જોવા મળશે! શનિ ઠંડો ગ્રહ છે માટે આ વર્ષમાં કફ અને તેને લગતી સમસ્યામાં વૃદ્ધિ જોવા મળે તો ન્યાયતંત્ર વધુ સક્રિય થતું જોવા મળે. આગામી માસમાં શનિ અસ્તના થવાના છે જે શનિને લગતી બાબતો જેવી કે ખાણ ખનીજ બાંધકામ લોખંડ ઇમારતો રાજનીતિ વિગેરેમાં ઘણા પરિવર્તન જોવા મળે અને રીઅલ એસ્ટેટ માર્કેટમાં પણ હલચલ જોવા મળે વળી આ વાશે શેરબજાર સારું રહે પણ ઘણી વાર અચાનક મંદીનો સામનો પણ કરવો પડે. રાહુ મહારાજ હાલ મીન માં છે મેષ રાશિ થી તેમની ૧૮ વર્ષની ઉલ્ટી સાયકલ શરુ થઇ ગઈ છે માટે ૨૧મી સદીના મહત્વના પરિવર્તનના વર્ષો ચાલી રહ્યા છે! તો શનિ મહારાજ સ્વગૃહી બનીને પ્રજાના અવાજને ધીમે ધીમે મક્કમ બનાવી રહ્યા છે વળી ભારતવર્ષની વાત કરીએતો આ સમય પ્રગતિનો સમય બની રહેશે અને વિશ્વ સમક્ષ આપણે નવા સ્વરૂપમાં બહાર આવી રહ્યા છે અને વિશ્વમાં ભારત અલગ રીતે જ બહાર આવતું જોવા મળશે અને ભારતીયતાનું ગૌરવ વધતું જોવા મળશે!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–૭૯૯૦૫૦૦૨૮૨