Abtak Media Google News

તા. ૨૫.૨.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ એકમ, પૂર્વાફાલ્ગુની   નક્ષત્ર, સુકર્મા  યોગ , બાલવ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ  વિચારો આવે, મધ્યમ દિવસ.

સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી,પરેજી પાલવ સલાહ છે .

તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

— આગામી માર્ચ માસ મહત્વની ઘટનાઓથી ભરપૂર રહેશે

માર્ચ માસમાં મહત્વના ગ્રહોની હલચલ સમજીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૪ માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ સાથે ગ્રહણ યોગમાં આવશે તો  મંગળ મહારાજ ૧૫ માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શનિ સાથે યુતિમાં આવશે અને સ્ફોટક યોગની રચના કરશે વળી શનિ મહારાજ ઉદય થતા બંને બળવાન બનશે વળી ૨૫ માર્ચના ઉપછાયા ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે( જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર સીધો પડતો નથી, ત્યારે તેને ઉપચ્છાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે) આ બધી મહત્વની ઘટનાઓ માર્ચમાં બનવા જઈ રહી છે વળી શનિ મંગળ સ્ફોટક યોગ અને સૂર્ય રાહુ ગ્રહણ યોગ બનવા જઈ રહ્યા છે જે સૂચિત કરે છે કે ઘણા દેશો આંતરિક વિગ્રહની સ્થિતિ સામે ઝુઝતા જોવા મળશે વળી સીમા પર તકેદારી વધારવી પડશે ભારત વિશ્વ સ્તરે તેની વિવિધ એજન્સીઓ દ્વારા આતંકીઓને ઠાર કરતો જોવા મળશે પરંતુ ઘરઆંગણે આંદોલનો તેજ થશે ખાસ કરીને હાલ ચાલી રહેલા આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તથા મજબૂરીમાં સરકારને પણ કેટલાક કડક પગલાં ભરવા પડે અને સરકારી મિલ્કતોને નુકસાન થતું જોવા મળે વળી આ બાબતોમાં બહારની કેટલીક શક્તિઓ પણ હાથો બનતી જોવા મળે અને આ આંદોલનો કૈક અલગ જ સ્વરૂપ ધારણ કરતા આ સમયમાં જોવા મળશે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.