તા. ૧૪.૧.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦, પોષ સુદ ત્રીજ, ધનિષ્ઠા નક્ષત્ર, વ્યતિપાત યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
જે રીતે જન્મકુંડળીમાં ગ્રહો જોઈ શકાય છે તે જ રીતે હથેળીમાં પણ ગ્રહોની ઓળખ કરી શકાય છે.જ્યારે કોઈ ગ્રહ નબળો પડતો હોય ત્યારે તેને લગતા ઉપાય પણ યોજી શકાય છે.ગુરુ મહારાજનો પર્વત નબળો હોય અને કુંડળીમાં પણ ગુરુ નબળા હોય તો નહાવાના પાણીમાં હળદર નાખી શકાય.શુક્ર પર્વત નબળો પડતો હોય તો ભોગ વિલાસ પૈસામાં કમી આવે છે. આવા સમયે નહાવાના પાણીમાં જરા દહીં નાખી શકાય.ચંદ્ર પર્વત નબળો પડતો હોય તો ગંગાજળનો પ્રયોગ સ્નાનમાં કરી શકાય.વિવાહ આદિ પ્રશ્નો અને વૈભવ માટે શુક્રને પાવરફુલ કરવામાં આવે છે. આ માટે હથેળીમાં શુક્રના પર્વત પર સારું અત્તર લગાવવાથી શુક્રને ચમક મળે છે.મંગળ માટે હથેળીમાં વચ્ચે કંકુનો ચાંલ્લો કરવામાં આવે છે.સૂર્ય પર્વતને પાવર આપવા માટે ત્યાં સૂર્યની નિશાની કરી શકાય છે.ચંદ્ર શુભ કરવા માટે સમયાંતરે હથેળીને શુદ્ધ જળથી સાફ કરી શકાય છે. બુધને શુભ બનાવવા માટે ઘરમાં પ્લાન્ટ વાવવા જોઈએ અને જાતે તેને પાણી પાવું જોઈએ.ખાસ કરીને તુલસીજી વાવવાથી અને માવજત કરવાથી વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨