તા. ૧૯.૩.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ દશમ, પુનર્વસુ નક્ષત્ર, શોભન યોગ, તૈતિલ કરણ આજે બપોરે ૧.૩૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.
–શનિ મંગળ યુતિ અકસ્માતોની શૃંખલા સર્જી રહી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં મધદરિયે એન્ટી પાઈરસી અભિયાન અંતર્ગત અપહૃત જહાજને ચાંચિયાઓની ચુંગાલમાં થી છોડાવ્યું છે વળી ૧૨ માર્ચ થી અત્રે લખ્યા મુજબ ઘટનાક્રમ તેજ બન્યો છે અને વિવિધ એજન્સીઓ સક્રિય બની છે તો રાજનીતિમાં પણ ઘણા ઉલટફેર ચાલુ થઇ ગયા છે વળી શનિ મંગળ યુતિ શરુ થઇ ગઈ છે જે અકસ્માતોની શૃંખલા સર્જી રહી છે ખાસ કરી ને વાહનના કાચ ચકનાચૂર થઇ વેરાઈ રહ્યા છે જે શનિ મંગળ શુક્ર યુતિ અને મીનમાં સૂર્ય,બુધ રાહુ યુતિ દર્શાવી રહ્યા છે પાસે પાસેની બે રાશિમાં ત્રણ ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે જે અકસ્માતથી સાવધાની રાખવા જણાવી રહ્યા છે બીજી તરફ શનિનો ઉદય રાજનીતિમાં નવી સક્રિયતા દર્શાવી રહ્યા છે અને રાજા સૂર્ય વિવિધ આવક પર નજર રાખી રહ્યા છે!! તો મીનમાં રાહુ મહારાજ સમુદ્રની ઘટનાઓમાં તેજી લાવી ડ્રગ્સ થી લઇ ચાંચિયાગીરી અને તેની વિરુદ્ધના ઓપરેશન દર્શાવે છે સાથે સાથે આગામી દિવસોમાં સમુદ્રમાં યુદ્ધ કવાયત અને વધુ યુદ્ધ જહાજોની તૈનાતી દર્શાવે છે કેમ કે રાજા સૂર્ય પણ સમુદ્ર પર નજર રાખી રહ્યા છે અને આ સમયમાં ગ્રહોની વિશેષ ભાત વચ્ચે ૨૫ માર્ચના છાયા ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે જે દેખાવાનું નથી તેથી પાળવાનું નથી પરંતુ વ્યાપક રીતે વિશ્વમાં તેની અસર અવશ્ય જોવા મળશે અને વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીનું પ્રભુત્વ વધતું જોવા મળશે!
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨