તા. ૧૧ .૪.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ત્રીજ, કૃત્તિકા નક્ષત્ર, પ્રીતિ યોગ, વણિજ કરણ આજે સવારે ૮.૩૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.
–ચૈત્રી નવરાત્રીના ઉર્જાવાન તરંગો જીલવા સાધના અને ઉપવાસ જરૂરી બને છે
અગાઉ અત્રે લખ્યા મુજબ ટેક્નોલોજીના જાણકારો અને માન્ધાતાઓ પણ સ્વીકારે છે કે એઆઈ એટલે કે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ધીમે ધીમે માનવ વિચારોથી પણ આગળ નીકળતું જાય છે અને બહુ ટૂંકા સમયમાં એક નવી જ ક્રાંતિ આવનાર છે જો કે તેના પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા માટે માનવજાતે તૈયાર રહેવું પડશે. માનવજાત ને બીજા કોઈ થી ખતરો નથી પણ માનવસર્જિત આફતો થી જ ખતરો છે તે વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે!! પ્રગતિની દોડ જયારે બેલગામ બને છે ત્યારે ઉપયોગી બાબતો સાથે ખતરાની ઘંટી પણ વાગતી હોય છે!!શનિ મંગળ યુતિ વચ્ચે આપણે ગરમીનો અહેસાસ કરી રહ્યા છીએ તો ધરા વારંવાર ધ્રુજી રહી છે અને અકસ્માતોની શૃંખલા ચાલુ જ છે જે વિષે અત્રે લખી ચુક્યો છું તો આ સમયમાં ઇઝરાયેલ નવા દાવ સાથે સામે આવી રહ્યું છે અને ઘણા દેશો તંગદિલીનો અનુભવ કરી રહ્યા છે! આ દરમિયાન ચૈત્રી નવરાત્રીના વિશિષ્ઠ તરંગો પૃથ્વી પર આવી રહ્યા છે જેને શરીરમાં પચાવવા સાધના અને ઉપવાસની જરૂર પડે છે! આજે ત્રીજું નરતું છે ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની સાધના થાય છે. મા ચંદ્રઘંટાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર છે. જેના કારણે તેને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. જયારે જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળને બળવાન બનાવવાના હોય ત્યારે માં ચંદ્રઘંટાની સાધના કરવામાં આવે છે માતા મજબૂત મનોબળ સાથે જીવનમાં સંઘર્ષ કરવાની શક્તિ આપે છે અને વિજય અપાવે છે!
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨