તા. ૧૭.૧.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, પોષ સુદ સાતમ, રેવતી નક્ષત્ર, શિવ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .
–બાળક બુધ પર ચંદ્ર અને ગુરુ બંનેએ બ્રહ્માજી પાસે દાવો કર્યો!!
બાળકની કસ્ટડી લેવા માટે સામાન્ય જનથી લઇને દેશ વિદેશના સેલિબ્રેટીઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. લિએન્ડર પેસથી લઈને સંજય દત્ત સુધીના હજારો લાખો લોકો સંતાન માટે કોર્ટે ચડ્યાના દાખલ છે. આ બાબત સમજવી હોય તો બ્રહ્માની કોર્ટમાં ચંદ્ર અને ગુરુનો કેસ સમજવો પડશે. ચંદ્રદેવે તેમના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું હતું. પછી તારા અને ચંદ્રના મિલનથી બુધનો જન્મ થયો. બુધ ખૂબ જ સુંદર અને તેજસ્વી હતો. ચંદ્રે તેને પોતાના પુત્ર તરીકે જાહેર કર્યો ગુરુ પણ બુધના તેજથી પ્રભાવિત થયા અને તેને પોતાના પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર થયા. જ્યારે ચંદ્ર અને ગુરુ વચ્ચે બુધ બાબતે વિવાદ વધી ગયો, ત્યારે બ્રહ્માજીએ પૂછ્યું, તો તારાએ તેમને કહ્યું કે બુધ ચંદ્ર ભગવાનનો પુત્ર છે. આ પછી ચંદ્રદેવે બાળકનું નામકરણ કર્યું અને તેનું નામ બુધ રાખવામાં આવ્યું. જયારે જન્મકુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ બનતી હોય છે ત્યારે બાળકની કસ્ટડી મળતી નથી વૈવાહિક જીવન ખરાબ થવાના યોગ સાથે બુધ પણ બગડતો હોય તો લાંબી લડાઈ પછી પણ સંતાન મળતું નથી એવું મેં મારા કેઈસ સ્ટડીમાં હજારો વખત જોયું છે, જયારે કોર્ટ માં બાળક બાબતની લડાઈ થાય છે ત્યારે જન્મકુંડળીમાં બુધની ખરાબ સ્થિતિ જોવા મળે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨ —