તા ૧.૧.૨૦૨૫ , બુધવાર ,સંવંત ૨૦૮૧, પોષ સુદ બીજ, ઉત્તરાષાઢા નક્ષત્ર , વ્યાઘાત યોગ, બાલવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ) : નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–નવા સંકલ્પ લેવા માટે મંગળનું વર્ષ ૨૦૨૫ શ્રેષ્ઠ છે
બુધ મહારાજ વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યા છે અને શેરબજારમાં ઉઠાપટક થઇ રહી છે એ વચ્ચે વર્ષ ૨૦૨૫ આજ થી શરુ થાય છે અને વર્ષ ૨૦૨૫ પર મંગળ અને કેતુની અસર જોવા મળી રહી છે જે પર થી કહી શકાય કે આ વર્ષ યુવાનોના નામે રહેશે અને યુવાશક્તિનો પરિચય મળશે કેતુ જાસૂસી દર્શાવે છે માટે આ વર્ષે જાસૂસીના મોટા કાંડ જોવા મળે તો મંગળ હથિયારોની દોડ અને સેનાની સજ્જતા દર્શાવે છે સાથે સાથે મંગળ આતંકી ગતિવિધિ અને ગોરીલા યુદ્ધ પણ દર્શાવે છે તો મંગળ અને કેતુ આંતરવિગ્રહ સૂચિત કરે છે અને અગાઉ લખ્યા મુજબ કેટલીક કુદરતી આપદાનો સામનો કરવાનું આવી શકે છે. આ બધા વચ્ચે એ વાત સમજી લઈએ કે નવા સંકલ્પ લેવા માટે વર્ષની શરૂઆત શ્રેષ્ઠ છે માટે જીવનમાં નવા સંકલ્પ અને જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા માટે આ યોગ્ય સમય છે તો મંગળનું વર્ષ હોય દ્રઢ મનોબળ સાથે આગળ વધનારને આ વર્ષ લાભદાયક રહેશે ખાસ કરીને મેષ,સિંહ ,ધન અને વૃશ્ચિક રાશિના મિત્રો આ વર્ષે યોગ્ય સંકલ્પ લઈને આગળ વધે તો વિશેષ લાભ પ્રાપ્ત કરી શકશે. આ વર્ષે ઘણા સંશોધનો થનાર છે અને અવકાશીય સંશોધન અને મેડિકલ સંશોધનો સીમાચિહન રૂપ રહેશે પરંતુ કેટલાક અવકાશીય મિશન અને અન્ય મિશનમાં વિશેષ ગોપનીયતા રાખતી જોવા મળશે અને સુનિતા વિલિયમ્સ બાબતમાં પણ ઘણી ગોપનીયતા એ મિશન બાબતે જોવા મળશે તથા આ મિશન કેટલીક ટેક્નિકલ બાબતોને કારણે ટાળવામાં આવતું કે વિલંબ થતો કે અઘરું થતું જોવા મળશે. આ સમયમાં જમીનને લગતા વિવાદો પણ સામે આવશે તથા સીમા વિવાદ પણ કેટલીક જગ્યા એ જોવા મળશે તો મોટી નદી બાબતોની સંધિ પણ ચર્ચમાં રહેશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
799 0500 282