તા ૨૯.૧૨.૨૦૨૪ , રવિવાર ,સંવંત ૨૦૮૧, માગશર વદ ચતુર્દશી, જ્યેષ્ઠા નક્ષત્ર , વિષ્ટિ કરણ , આજે રાત્રે ૧૧.૨૨ સુધી જન્મેલાંની વૃશ્ચિક (ન ,ય ) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) : નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી