તા.૨૩.૧.૨૦૨૪ મંગળવાર, સંવંત ૨૦૮૦,  પોષ સુદ તેરસ, આર્દ્રા નક્ષત્ર, ઐંદ્ર યોગ, કૌલવ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.

 

મેષ (અ,લ,ઈ): તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ): પરિવાર માટે વિચારવાનો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

મિથુન (ક,છ,ઘ): તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

કર્ક (ડ,હ): માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

સિંહ (મ,ટ): નજીકના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

કન્યા (પ,ઠ,ણ): કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો,  પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

તુલા (ર,ત): લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય ): જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

મકર (ખ,જ): વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો,  કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણીમાં સંયમ રાખવો.

કુંભ (ગ,સ,શ): વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.